________________
તમારા માટે તો અભિગ્રહો વિના ક્ષણ માત્ર પણ જીવવું યોગ્ય નથી જ.”
એટલે જો સંયમીઓના મનમાં એવી કોઈ ભ્રમણાઓ હોય કે “અભિગ્રહો લેવાની જરૂર નથી. આ આ અભિગ્રહો લીધા વિના જ આપણે સારું સંયમ પાળશું” તો એ ભ્રમણા ભાંગી નાંખવા જેવી છે.
એમ કોઈકને એવી પણ ભ્રમણા હોય કે, “આ બધા અભિગ્રહો તો નૂતનદીક્ષિતો, મુમુક્ષુઓ, ૪ જે નાના સંયમીઓ માટે છે. ૨૦ વર્ષના દીક્ષા પર્યાયવાળાઓ, પદવીધરો, તપસ્વીઓ, વિશિષ્ટ છે
સ્વાધ્યાયીઓ, વૈયાવચ્ચીઓ વગેરેએ આ બધા નિયમો લેવાની જરૂર નથી.” જ તો એ સંયમીઓએ પણ એ વાત વિચારવી જ જોઈએ કે “જો એ બધાઓને આત્મસાધના માટે જ ( અભિગ્રહોની આવશ્યકતા ન હોય તો પછી શું આ બધા કરતા અનંતગુણી આત્મશુદ્ધિના સ્વામી ? છે ભગવાન મહાવીરદેવને અભિગ્રહો લેવાની આવશ્યકતા ખરી? એમણે શા માટે અભિગ્રહો લીધા?” છે. છે જરાક આ વાત પણ સંયમીઓ વિચારે કે છેલ્લા ભવમાં તો તીર્થંકરનો આત્મા કેટલો બધો જાગ્રત છે જ હોય? છતાં અત્યારના કાળના સામાન્ય સંયમીઓએ પણ જે ભુલ નહિ કરી હોય તે ભુલ તેઓ કરી જ જ બેઠા. દીક્ષા પૂર્વે મા-બાપને રોજ પગે લાગનારા સંયમીઓએ દીક્ષા દિનથી માંડી આજ સુધી પ્રાયઃ જ છે ક્યારેય ભૂલથી પણ મા-બાપને નમસ્કાર કરી દેવાની ભુલ નહિ કરી હોય. જ્યારે ભગવાન પોતાના છે જ પિતાના મિત્રને ભેટવા માટે (દીક્ષા લીધા બાદ પણ) હાથ લંબાવી બેઠા. એ પિતાના મિત્ર તો ક્યારેક $ જ ક્ષત્રિયકુંડમાં આવતા અને એટલે ક્યારેક જ એમને ભેટવાનો પ્રસંગ બનતો. છતાં એવા નબળા જ જે સંસ્કારો પણ પ્રભુને દીક્ષા પછી જાગ્રત થયા. આ જ કારણસર પ્રભુએ “ગૃહસ્થનો વિનય ન કરવો’ એવી એ પ્રતિજ્ઞા લીધી.
" તો આપણા કુસંસ્કારો તો કેટલા બધા કાતિલ છે ! નિમિત્ત મળતાની સાથે માનસિક, વાચિક, જ 3 કાયિક પાપો ઉભા થઈ જાય છે. ચોમાસાનો વરસાદ પડે અને ધડાધડ બધે નિગોદો ઉભી થઈ જાય એમ જ છે નાના-મોટા નિમિત્તો મળતાની સાથે જ આપણામાં પાપી વિચારો, આચારો ઊભા થઈ જાય છે. એ છે એ બધાથી બચવા માટે પ્રભુ કરતા પણ ઘણી બધી વધારે જરૂર અભિગ્રહોની આપણને છે.
જે જ જો મોક્ષ માટે આતમના પ્રત્યેક પ્રદેશો ખૂબ તલસતા હોય, જો પરલોકનો ભય અંગે અંગે વ્યાપી જ જ ગયો હોય, જો પાપ-ધ્રુજારો હૈયાને ધ્રુજાવતો હોય તો વહેલી તકે આ અભિગ્રહોને આત્મસાત કરી લઈને છે પરમસમાધિને પ્રાપ્ત કરી લેવી જોઈએ. જે અભિગ્રહો આપણને શી રીતે બચાવે છે? એ દષ્ટાન્નપૂર્વક સમજાવું.
ધારોકે રોજ પાંચ જ દ્રવ્ય વાપરવાનો અભિગ્રહ લીધો. હવે એક દિવસ પાંચ દ્રવ્ય વપરાઈ ગયા છે આ પછી બાસુંદી વગેરે રૂપ કોઈક આસક્તિકારક દ્રવ્ય આવ્યું. ખાનદાન સંયમીને સામાન્યથી એ વાપરવાની જ કે ઈચ્છા થશે તો પણ એ કહેશે કે “મારે પાંચ દ્રવ્ય થઈ ગયા છે, મારે આ ન ચાલે.” અને આમ એ જ જ બાસુંદી વાપરવા દ્વારા પુષ્કળ રાગ કરીને જે ભયંકર કર્મબંધ કરવાનો હતો એ અટકી જશે. એ સંયમીમાં જ
થોડોક પણ વૈરાગ્ય હશે તો એને આનંદ જ થશે કે “ખૂબ સારું થયું કે આ નિયમ લીધો. નિયમ ન હોત જ છે તો હું અવશ્ય બાસુંદી વાપરત. પણ નિયમ હતો એટલે આ પાપથી બચી ગયો.”
એક સંયમીને નિયમ હતો કે “બહારગામથી ગૃહસ્થોએ લાવેલી કોઈપણ ચીજ વાપરું તો મારે
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૯)