________________
૨. આ ડિયોદ્ધાર નથી
ક્યારેક સગા કાને સાંભળવા મળે છે કે કો'ક સંયમી લાખો રૂપિયા દેરાસરના નામે ભેગા કરીને, દીક્ષા છોડીને ભાગી ગયો. અને અંતરમાં દાહ ઉપડે છે. “ઓ ભગવાન ! જિનશાસનના સંયમીના નામે આવી અવહેલના !'
ક્યારેક જાણવા મળે છે કે ‘લાખો લોકો જે છાપાઓ વાંચે છે, એ છાપાઓમાં જૈન સંયમીના કૌભાંડના સમાચારો પાના ભરી ભરીને છપાયા છે.' અને આંખમાંથી ટપક ટપક આંસુ ટપકે છે. લાખો લોકો આ વાંચીને જિનશાસનને કેવી ગાળો દેશે ? પરમકૃપાળુ પરમાત્મા મહાવીરદેવના અદ્વિતીય શાસનને કેવું કાળું કલંક લાગશે ? એ લાખો લોકો નિંદાઓ કરી કરીને કેવા દીર્ઘસંસારી બનશે ? અનંતાનંત ઉપકારી એવા “પ્રભુવીર અને વીરશાસન” આ બેયની હીલના શું અમે ન અટકાવી શકીએ ?
કો'ક અત્યંત ધર્મિષ્ઠ શ્રાવક કહી જાય છે કે ‘હવે મેં જૈન સાધુઓ પાસે જવાનું લગભગ બંધ કર્યું છે કેમકે જ્યાં જાઉં છું, ત્યાં બધા જ સાધુઓ પોત-પોતાના પ્રોજેક્ટ માટે માત્ર પૈસા જ માંગે છે. અમારા આત્મવિકાસની તો કોઈ પૃચ્છા પણ કરતું નથી. શું અમે શ્રીમંત છીએ, એ અમારો ગુન્હો છે ? સાધુઓ પાસે જઈને એમના પ્રત્યે તિરસ્કાર જ થવાનો હોય તો બહેતર છે કે ઘરે રહીને શક્ય એટલી આરાધના ક૨વી.” અને આ સાંભળતાં જ હૃદયમાં આંચકો લાગે છે. શું મારી શ્રમણસંસ્થાની આ દશા છે કે જેના કારણે સુશ્રાવકો પણ અધર્મ પામે ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જૈન સાધુ-સાધ્વીજીઓ વિરુદ્ધ ઘણા કેસ નોંધાયા છે કે ‘તેઓ ગમે ત્યાં માત્રુ-સ્થંડિલ પરઠવી ગયા છે.’ આનો શું જવાબ દેવો ?
સુરતમાં આ જ લઘુનીતિ-વડીનીતિ માટે મુસલમાનોએ સંયમીઓને ગાળો દીધી. શું કરવું ? મોટા શહેરોમાં સંયમીઓના કુલ ૫૦૦ થી ૬૦૦ પોતાની માલિકીના ફલેટો છે. જ્યાં વર્ષોથી સંયમી રહે છે અને કેટલાક શ્રાવકો અનિચ્છાએ, મોઢું મચકોડીને એમને સાચવે છે. કોને કહેવું ? સંયમીઓને ઘરે વહો૨વા આવતા જોઈને ખુલ્લા બારણાઓ પણ હવે જૈનો ય બંધ ક૨વા લાગ્યા છે. એવા પ્રસંગો સાંભળીને શું હૈયું ન કંપે ?
આવી તો સેંકડો ન કહી શકાય એવી બાબતો છે. નથી કોઈ સંઘાધિપતિ ! નથી કોઈ આ બધાને અટકાવનાર મહાપુણ્યવાન યુગપ્રધાન ! આ ભયંકર કાળની કેવી ભયંકર લપડાક છે, આપણને !
ભલે આ સંયમીઓની શિથિલતા માત્ર ૧૦ થી ૨૦% જ હોય. પણ મોટા સફેદ વસ્ત્રમાં નાનકડો પણ કાળો ડાઘ હોય તો એ જ નજરમાં આવે અને બાકીની સફેદાઇ તરફ લક્ષ્ય ન જ જાય. એમ આ શિથિલતાઓ કદાચ ઓછી હોય તો ય એવી છે કે જે આંખે ઊડીને વળગે છે અને માટે જ તેનો કોઇ ઉપાય શોધવો જ રહ્યો.
શ્રમણ ભગવાન મહાવીરદેવના ૨૫૦૦ વર્ષના શાસનકાળ દરમ્યાન જિનશાસનની ઘણી ચડતીપડતીઓ થઈ છે. એમાં તે તે કાળે તે તે મહાપુરુષોએ શાસનનું અહિત થતું અટકાવવા નિયમાવલિઓ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ♦ (૭)