________________
એટલે કોઈપણ નિયમનો પ્રમાદ, આસક્તિ વગેરે દોષોના કારણે સ્વીકાર ન કરો કે સ્વીકાર્યા છે જ બાદ ભંગ કરો તો આજ્ઞાભંગ દોષ લાગે જ.
ખાનદાન આત્માઓ વર્તમાન ગુરુની આજ્ઞાને પણ ભાંગી નાંખવા જો તૈયાર ન થાય તો શું જ ત્રિલોકગુરુની આજ્ઞાનો ભંગ કરવા શી રીતે તૈયાર થાય?
(બ) અનવસ્થા મારી દૃષ્ટિએ ચારે ય દોષોમાં આ દોષ સૌથી વધુ નુકશાનકારી છે, કેમકે તે છે અનેકોને નુકશાન પહોંચાડે છે. અતિદીર્ઘકાળ સુધી નુકશાન પહોંચાડે છે.
એક સંયમી કોઈક દોષ સેવે અને જો એને કોઈ ન અટકાવે, તો ધીમે ધીમે બીજા સંયમીઓ પણ આ એનું દોષસેવન જોઈને ધીમે ધીમે એ દોષ સેવતા થાય. આમ બધા સંયમીઓ દોષસેવી બને. છે પરમાત્માની આજ્ઞા મૂળથી જ વિચ્છેદ પામે. આગળની પેઢીમાં તો એ આજ્ઞાની જાણકારી સુદ્ધાં પણ ન છે જ રહે.
આજે લગભગ ૧૦,૦૦૦ સંયમીઓમાં સંયોજન વિના (રોટલી+શાક, રોટલી+દાળ, જ દાળ+ભાત વગેરે દ્રવ્યોનો સંયોગ કર્યા વિના જ બધા દ્રવ્યો સ્વતંત્ર એક-એક જ ખાવા એવી પ્રભુની ? ૪ આજ્ઞા છે.) ગોચરી વાપરનારા શું ૧૦૦ સંયમી પણ મળે ખરા ? મોટો ગણાતો એવો પણ આ દોષ ૪ આજે ૯૦ થી ૯૫% સંયમીઓમાં ફેલાઈ ગયો. હાલત તો એ થઈ કે, ન રહ્યો એ દોષનો ડંખ. ન રહ્યા ૪ જ એ દોષ બદલ પશ્ચાત્તાપના આંસુ ! બધા ય દોષ સેવે એટલે એ દોષ કોઇને દોષ લાગતો જ ન જે રોજ આ મોટા દોષથી સંયમ મલિન બને છે.
પણ આ દોષ આટલો બધો વ્યાપક કેમ બન્યો? એનું કારણ શોધશો તો એવું જ લાગશે કે આ છે જ અનવસ્થાએ કાળો કેળ વર્તાવ્યો છે.
તે આ પ્રમાણે –
ઓઘનિર્યુક્તિમાં લખ્યું છે કે “ગચ્છના જે સાધુ સંયોજના કરીને વાપરતા હોય એમની વધી જ છે પડેલી ગોચરી બીજા કોઈપણ સાધુઓએ ન ખપાવવી. જો કોઈ ખપાવે, તો આચાર્ય બે ય જણને સખત કે જ ઠપકો આપે. ગચ્છમાંથી બહાર કાઢી મૂકે. જો બે ય જણ પશ્ચાત્તાપ કરી ફરી એવી ભુલ ન કરવા માટે છે કટિબદ્ધ બને તો પ્રાયશ્ચિત્ત આપીને ગચ્છમાં રાખે.”
સંયોજનાદોષ આટલો બધો ભયંકર ગણાતો કે જેના કારણે સાધુઓને ગચ્છમાંથી કાઢી મૂકવા ? સુધીની શિક્ષા થતી.
પણ કાળદોષને હિસાબે એવું બન્યું હશે કે, એક સાધુ સંયોજનાપૂર્વક વાપરતો હોવા છતાં ગુરુએ . એને શિક્ષા નહિ કરી હોય એટલે ધીમે ધીમે બીજા સાધુઓ પણ વાપરતા થઈ ગયા હોય. અને વર્ષો જ જે પછી એવી પરિસ્થિતિ ઉભી થઈ કે “સંયોજના એ દોષ છે એ જિનાજ્ઞા જ જાણે કે અલોપ થઈ. ?
આ તો માત્ર એક દષ્ટાન્ન આપ્યું. આવી સેંકડો બાબતો આજે જોવા મળશે. રોજ વિગઇઓ વાપરવાનું લગભગ સામાન્ય થઇ ગયું. અંધારાના વિહારો વ્યાપક બન્યા. ઇલેક્ટ્રીક ઘડિયાળો સંયમીઓને દીક્ષાના પ્રથમ દિવસથી જ ઉપધિ તરીકે અપાવાની પણ શરૂઆત થઈ ગઈ. દર ત્રણ-ત્રણ દિવસે કે ૭ દિવસે કાપ કાઢી કાઢીને ધોળા-ધબ કપડા પહેરવા એ સાવ સામાન્ય બાબત બની ગઈ.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ... (૧૨)