________________
અષ્ટક પ્રકરણકાર કહે છે કે, (૩) “જે સંયમી બીજાઓને મિથ્યાત્વ પમાડે, તે પોતે તે સમયે જ જ મિથ્યાત્વ બાંધે.” જ અલબત્ત, શિથિલાચારી છતાં સમ્યક્તી એવો સંયમી પોતાના દોષોનો એકરાર કરે. બીજાઓને જ ચેતવે એટલે એના દ્વારા મિથ્યાત્વની પ્રભાવના અટકે ખરી. પણ એમાં ય દરેક શિથિલાચાર વખતે જે
જોનારાઓને ખુલાસા આપવા, સાચી વાત જણાવવી એ તો સમ્યક્તી સંયમી માટે ય શક્ય ન બને. ૪ એટલે એમાં મિથ્યાત્વની પ્રભાવના થવાનો ભય તો ઉભો જ છે.
કદાચ આ જ કારણ હોઈ શકે કે શિથિલાચારી સંયમીને (દોષોનો પશ્ચાત્તાપ હોય તો પણ) ; છે. શાસ્ત્રકારોએ દીક્ષા છોડીને શ્રાવક બની જવાની સલાહ આપી છે. (૪) સમ્યગ્દર્શન હોવા છતાં સાધુવેષ છે
સાથે શિથિલાચારસેવન અતિભયંકર વસ્તુ છે. બીજાઓને મિથ્યાત્વ પમાડવામાં આ દોષો અગત્યનો જ ભાગ ભજવી જાય એવી શક્યતા છે. એના બદલે એ સંયમી શ્રાવક બની જાય તો પછી કોઈ વાંધો ન જ જ આવે.
આ જ કારણસર જે શિથિલાચારી સંયમી સંયમરાગને કારણે દીક્ષા છોડવા તૈયાર ન થાય એને શાસ્ત્રકારો કહે છે કે, (૫) “જો શિથિલાચાર સાથે સાધુજીવન જીવવું હોય તો તારે કોઈના પણ વંદન નહિ ૪ જ લેવાય. બધાને વંદન કરવા પડશે. તારા શિથિલાચારની નિંદા અને વાસ્તવિકમાર્ગની પ્રરૂપણા કરવી ? જ પડશે.”
જો એ સંયમી સાચી વાત ન બોલે, પોતાના શિથિલાચારને ન વખોડે અને સમગૂ આચારને ન પ્રરૂપે તો અનેકોના મિથ્યાત્વમાં નિમિત્ત બને. એટલે એનાથી બચવા માટે છેલ્લો આ માર્ગ શાસ્ત્રકારોએ છે અપનાવ્યો.
એટલે સંયમીઓએ આ પણ વિચારવું કે, “જો આ બતાવાતા અભિગ્રહો હું નહિ પાળું તો મને ? છે તો નુકશાન થશે જ. સાથે જ બીજાઓને મિથ્યાત્વ પમાડવામાં હું જો નિમિત્ત બનીશ તો કદાચ હું ય છે છે દુર્લભબોધિ થઈશ. માટે વહાલા જિનશાસનને ગુમાવી દેવાનો વખત ન આવે એ માટે હું આ અભિગ્રહો જ જ બરાબર પાળીશ.”
() વિરાધના જિનાજ્ઞા વિરુદ્ધ આચાર પાળો એટલે બે વિરાધના સંભવે : (૧) આત્મવિરાધના ? કે (૨) સંયમવિરાધના.
દા.ત. અંધારામાં વિહાર કરવાની આજ્ઞા નથી. છતાં સંયમી જો રાત્રે વિહાર કરે તો રસ્તામાં જ જ અંધારાને લીધે સર્પ ન દેખાય અને એ ડંખ મારી દે તો મરી જવું પડે. આમ આત્માની શરીરની વિરાધના થાય, એમ અંધારામાં અકસ્માત થવાથી પણ આત્મવિરાધના થાય.
અંધારામાં કીડી-પાણી-નિગોદાદિ કંઈ ન દેખાય. એટલે એના ઉપર પગ પડી જવાથી એ જીવોને કિલામણા થાય, મરી જાય. આમ સંયમવિરાધના થાય.
“મુહપત્તીનો ઉપયોગ રાખીને બોલવું એ જિનાજ્ઞા છે. જે સંયમી ખુલ્લા મોઢે બોલે. એના જ જ મોઢામાં પુષ્કળ મચ્છરવાળા સ્થાનમાં મચ્છરો ઘુસી જાય. એનાથી ગળા વગેરેને નુકશાન થાય. એ ? જ આત્મવિરાધના કહેવાય. અને એ મચ્છરામિજીવો મરી જાય એ સંયમવિરાધના કહેવાય.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૬) {