________________
માર્ગથી દૂર છે, એ પણ મંડન કર્યું છે. આદર્શ પ્રેમ એક વ્યકિત નિષ્ટ પ્રેમ જે મુકિતને હેતુ છે, તેથી ભિન્ન વિકૃત કૃત્રિમ ઈત્યાદિ પ્રેમનું ખંડન કરી સીતા અને રામ, રાજુલ અને નેમનાથના આદર્શ પ્રેમનું ચરિત્ર ચિત્ર આંકી તેવા પ્રેમ પ્રત્યે દંપતિઓની રૂચી જગાડી છે, એ વગેરે ભિન્ન ભિન્ન કક્ષાએ નિરીક્ષણ કરી પ્રેમનું સ્વરૂપ સમજાવવા પ્રયત્ન ઉઠાવ્યો છે.
પ્રેમના રાજ્ય આદશ્યમાં, પ્રત્યેક પરિસ્થીતિમાં ઉદ્દભવ પ્રેમ કયાં નિહાળવા બેસીએ? જો એમ કરીએ તે પાર પણ આવે નહિ. માત્ર પ્રેમથી મુકિત એ આપણે વિષયના પ્રતિપાદનમાં પ્રેમ મુક્તિને કેવી રીતે સાધક છે, તે દઢાવવા પૂરતું વર્ણન કર્યું છે અને તેમાં પ્રેમ છે એમ સિદ્ધ કરતા હૃદયથી, તેને પરિચય મેળવતા, માનવ પ્રેમનું સવિશેષ અવલંબન લીધું છે અને એ પ્રેમને જ ઉદાહરણ રૂપે મૂકી પ્રેમથી મુકિત એ વિષય સમજાવ્યો છે અને તે પ્રયત્ન પણ મનુષ્યોને સમજાવવા માટે હોઈ ત્યાં માનવ પ્રેમનું જ અવલંબન લેવું યથાસ્થાને છે. એક વ્યકિત નિષ્ટ પ્રેમપાત્રો વાસનાનું બળ નિમૂળ કરી. વિરકત બની રહે, અને મોક્ષના માર્ગ ઉપર સુલભતાથી વહે છે, એ સમજાવ્યું છે. નિરોધને એ ઉત્તમ રસ્ત છે. વાસનાને જોઇતો વિષય અપ તૃપ્ત નહિ કરવી તે ઠીક છે, પણ વિષયથી એકમ તેને દૂર રાખી નિરોધ મેળવે એ પણ દુર્લભ છે. વાસનાને, તેની તૃષ્ણાના વિષયને સમીપ રાખી વિવેકથી નિરાધ સાધવો, એ સલામતી ભરેલું છે. આમ નહિ કરવાથીજ ઘણીવાર ત્યાગીઓ-વિરાગીઓ ત્યાગથી–વૈરાગ્યથી પતિત થાય છે, કેમકે દબાવેલા નેતરની પેઠે તૃષ્ણાના વિષયને નિહાળતાં જ વાસના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com