________________
૩૦
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. આવીએ, અને તે પછી પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેનું અંતિમ બિંદુ એકજ છે, તેનો અવિરેજ છે, તે સમજાવીશું.
| પ્રવૃત્તિ એટલે જેમાં પ્રવૃત્ત થયા વિના, આપણાથી છુટી ન જ શકાય-નિવૃત્ત ન થવાય, તેટલે અર્થ સમજવાને છે. અને એજ જે યથાવત્ સમજાય તે પછી પ્રવૃત્તિમાં જોડાવા માત્રથીજ, નિવૃત્તિને ભંગ થાય છે, એવું જે ભૂત ભરાઈ બેઠું છે, તે આપોઆપ એની મેળે નીકળી ચાલતું થાય અને નિવૃત્તિની પ્રાપ્તિને માટેજ પ્રવૃત્તિમાં આદર-રૂચિ ઉદ્દભવે. હશે શેમાં પ્રવૃત્ત થયા વિના આપણાથી છુટી ન જ શકાય, નિવૃત્ત ન જ બની શકાય, એ પ્રશ્ન સહજ ઉદ્ભવે છે. ત્યાં ઉત્તર એજ કે જેમાંથી નિવૃત્તિ આપણે માગીએ છીએ, તેમાં પ્રવૃત્ત થયા વિના યથાર્થ જોડાયા વિના. વળી નિવૃત્તિ આપણે શામાંથી માગીએ છીએ એ પ્રશ્ન ઉદભવે છે. આનાજ ઉત્તરમાં શંકાનું બધું ગુંચવાઈ ગયેલું કોકડું ઉખળી જાય છે. આપણે વસ્તુસ્થિતિએ તે સંસ્કૃતિનું ભાન ભુલાવું, જન્મ મરણની યાતના ટળવી, અને કંઠ મણિ ન્યાયે નિજાનંદમાં ઉપસ્થિત થવું, એવા પ્રકારની નિવૃત્તિ આપણને અભિલષિત છે. પુનઃ યાદ આપું છું કે એ પણ પ્રવૃત્તિ જ છે. નિવૃત્તિ તે જે ટળ્યું તેની સમજવી, અસ્તુ. ત્યારે જ્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com