________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. ખેલ છે. આમ કહે તે પણ તેજ છે. તેમ કહો તોપણ તેજ છે. જ્યારે પ્રવૃત્તિ નથી તેમ નિવૃત્તિ નથી ત્યારે જ કેવલ્ય છે, તૃપિત તેમજ અતૃષિત, ભૂપે તેમજ જમેલે, ઉભયને માટે જળ અને અન્ન આવશ્યક છે. તૃષિત-સુધાની તેમાં પ્રવૃત્તિ છે, તે કાળે અતૃષિત અને જમેલો તેથી નિવૃત્ત છે. ઉપયોગની દિશા તે ઉભયની સરખીજ છે. જે કાળે એક પ્રવૃત્ત ત્યારે અન્ય નિવૃત્ત છે. જે કાળે એક નિવૃત્ત છે, ત્યારે અન્ય પ્રવૃત્ત છે. તે તે વ્ય વહાર નિવૃત્તિ અને વ્યવહારાતીત પ્રવૃત્તિ એમ કહી શકાય. જ્યારે સર્વથા ક્ષુધા નથી, તૃષા નથી ત્યારે અન્ન પણ નથી પાન પણ નથી. જ્યારે પ્રવૃત્તિ નથી, નિવૃત્તિ પણ નથી, ત્યારે જ નિવૃત્તિ છે. જ્યાં છે એવો ભાવ છે, ત્યાં નથી કેવીરીતે સંભવે છે. અર્થાત છે તે ઉભયે છે. આ છે, તે તેજ છે, તે છે તેજ આ છે; નથી તે એકે નથી. એટલે કે પ્રવૃત્તિ છે તે નિવૃત્તિ પણ છે. પ્રવૃત્તિ તેજ નિવૃત્તિ છે, નિવૃત્તિ તેજ પ્રવૃત્તિ છે. નથી તે પ્રવૃત્તિ નથી, નિવૃત્તિ નથી-એકે નથી, બાપ છે તો તે કોઈને દીકરો પણ છે, દીકરે છે તે કોઈને બાપ પણ છે. જે છે તે બને એકજ સ્વરૂપે છે. નથી તે બાપ પણ નથી, દીકરે પણ નથી. તાત્પર્ય એકના અધિકારી છે, તે અન્યના પણ છે. કુમાર છે રાજા પણ છે. શિશુ છે તો પિતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com