________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. જેને સામાન્ય નિવૃત્તિના નામથી ઓળખે છે, તે પણ પ્રવૃત્તિ જ છે. ગમે તેટલી શુધ્ધતર, શુદ્ધતમ કાયિક, વાચિક, અને માનસિક, પ્રવૃત્તિ હોય તે યદ્યપિ સંકુચિત–સૂક્ષ્મતર-સંયમિત, સંગે પ્ય હોય, પણ તે પ્રવૃત્તિ જ છે. માત્ર એટલે જેટલે અંશે અશુભને વિરામ થયેલ હોય, તેટલે અંશે તેને નિવૃત્તિ કહેવી જોઈએ, અને તે પણ એવી શરતે કે, કદાપિ પણ વિરામનું ઉત્થાન થવું ન જોઈએ. ત્યાગ ભાગને પુનઃ પ્રહાય તે વિરામનું ઉત્થાન સમજવું. અર્થાત્ અવશિષ્ટ એ પ્રવૃત્તિ ત્રય સ્વતઃ વિરમી–ત્યજાઈ આત્મિક પ્રવૃત્તિ રૂપે બની રહે એજ તે નિવૃત્તિની અંતિમ સ્થિતિ અને આત્મસ્વરૂપમાં જે રમણતા જે અનવછિન્ન, અક્ષય, અવિનાશી પ્રવૃત્તિ. આત્મસ્વરૂપમાં રમણતાને પ્રવૃત્તિ ન કહીએ તો આત્મામાં શન્યતા આવી જાય છે અને તે શુભ આત્મિક પ્રવૃત્તિ છે તે અમે પહેલાં લખી ગયા છીએ. એટલે જડાત્મક–જડજન્ય–જડવિકારી જે પ્રવૃત્તિ છે તે અશુભ છે. અશુભ છેવટ હેય છે, અને શુધ્ધ આત્મ પ્રવૃત્તિ ઉપાદેય છે. હેય શબ્દ અહિં અંતિમ નિવૃત્તિ વાંચી સમજ.
PosIIS
સમાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com