________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. છે. ત્યારે જેમાં પ્રવૃત્તિથી નિરસતા ન લાગે એવું પ્રવૃત્તિ સાધ્ય સુખ કયું છે? હમેશાં એક રૂપે છતાં પ્રતિક્ષણ રમણીય-સુરસ પ્રતીત થાય ! તો તે આત્મસુખ-આમિક પ્રવૃત્તિ, જ્ઞાતા પોતે જ પોતાને અવલોકે. હવે નિરસતા નહિ આવે. તે રમણીય જ પ્રતીત થવાની. જેને આત્મદશન થયું છે, તેને પ્રવૃત્તિનું નાના અને તજજન્ય પરિચયાદિન નિવેદ-નિરસતા કેવી! અને કયાંથી ! તે પછી પ્રવૃત્તિ માત્રને તટસ્થ દષ્ટા થઈ રહ્યો. આથી પ્રવૃત્તિ તેને માટે નિમૂલ નથી થતી. તે જડવત્ બની જતો નથી. તે સર્વના દૃષ્ટારૂપે તે તેને અનુભવતો, સર્વ રૂપે સાક્ષીવત્ , આનંદમગ્ન, પ્રશાંત, જ્ઞાનમય બની રહે છે, અનંત પ્રવૃત્તિને દૃષ્ટા એક રૂપે રહેવાથી નિરસતાને પુનરૂદભવજ કયાં રહ્યા? સર્વથા પ્રવૃત્તિને અંત આવવાને જ નહિ. આત્માની પ્રવૃત્તિ તો અટકવાનીજ નહિ.
ત્યારે પ્રવૃત્તિ ચાર જાતની હોઈ શકે. કાયિક, વાચિક, માનસિક, અને આત્મિક. આ ચારેના આપણે શુભ અને અશુભ બે વિભાગ કરીએ. સ્થળ બુદ્ધિના મનુષ્યોને ઉચ્ચ શિખરે આરોહણ કરાવવાના હેતુથી, મહષિએ અશુભ પ્રવૃત્તિના ત્યાગને ભલે નિવૃત્તિ કહી ગયા હોય, પણ તેથી ઉચ્ચ વિચાર શ્રેણીએ, આરૂઢ થયેલાઓ, શુભ પ્રવૃત્તિ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com