________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
૪૩ એટલે પ્રવૃત્તિ કરવી જ નહિ, પરણવું જ નહિ, ગૃહસ્થાશ્રમ માંડવોજ નહિ, સર્વ કેઈએ લંગોટી વાળી ત્યાગ - ગિકાર કરી નીકળી જવું, એમ નથી. વ્યવહારમાં સતે-પ્રવૃત્તિ કરતે સતે નિવૃત્તિના તટસ્થ દષ્ટા રહેવું. પ્રવૃત્તિ તે નિર્વાહવી અને તે પણ ઉચિત માગે. ઉચિત માગે તે નિર્વાહાય તેજ તટસ્થ-દષ્ટા રહી નિવૃત્તિને જોતા રહેવાય. નહિ તે નિવૃત્તિ–પરમાર્થ પ્રવૃત્તિ પડી રહે, અને બંધનમાં ઉત્તરોત્તર સુદઢ બંધાતા જવાય. જે પ્રવૃત્તિ કરતાં પણ નિવૃત્તિના દૃષ્ટા રહી શકાય તે મેવ વન વનમેવ + અર્થાત્ ઘર તેજ વન અને વનના જેવું જ ગૃહ છે. એટલે કે ત્યાં જ પ્રવૃત્તિ અને નિવૃત્તિ છે. એકને એકથી ને ડું પાડતાં, એકે વ્યવહાર સિદ્ધ થશે નહિ. જ્યાંસુધી ગૃહ અને વન જૂદાં પ્રતિત થાય છે, ત્યાંસુધી વનમાં પણ સિદ્ધિ નથી, ગૃહને જ અવલંબવામાં ફળ છે, જ્યારે તે બન્ને એકજ જેવાય, ત્યારે બેમાંનું કાંઈજ નથી અને છે તે તે પણ આ છે, અને આ પણ તેજ છે. આવી દિશા પ્રગટી પછી ગ્રહણ–ત્યાગ અર્થાત પ્રવૃત્તિ નિવૃત્તિ શેમાં રહી? કશામાં આપણે પ્રવૃત્ત નથી, કશામાંથી નિવૃત્ત નથી. છીએ તે પ્રવૃત્તિમાં પણ નિવૃત્ત છીએ, અને નિવૃત્તિમાં પણ પ્રવૃત્ત છીએ. પાઘડીમાં માથું અને માથામાં પાઘ, એ વાળ પ્રવૃત્તિ નિવૃત્તિનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com