________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
૫૭ અને તે લોક સંગ્રહના હેતુથી છે. તેમજ દંભે કરી મિથ્યા આચારને ઢોંગ કરનારને, જગત તેનાથી ઓળખી શકે છે. ત્યાંથી જ જગતું, દંભે આપણને ઠગ્યું છે, વસ્તુસ્થિતિ કાંઈ છતાં, કાંઈ બની બેસવાનો આ માત્ર દંભ છે, એમ સુશિક્ષીત થાય છે. તે અપ્રતિબદ્ધદભને ઓળખાવતો નથી. માત્ર આદર્શરૂપે ખડે રહે છે. એથી જ તે બતાવી આપે છે કે આ દંભ આ તે આદર્શ. આદર્શ એટલે અરીસે, જેમાંથી સ્વસ્વરૂપ જાણી શકાય તે તે— દેખે એ દર્પણમાં નિજનું ખરૂં રૂપ નિરખાશે. દંભ સત્યની ખરી પરીક્ષા એની મેળે થાશે. સૌષ્ઠવ સુંદરતા સુવ્યવસ્થા સદ્ય નજર સમજાશે, દાગ વકતા કર્કશતા વ્યવહાર તણું દેખાશે. ૨ ધ્યાન લગાવી બેસે આંખ મીંચી પાંપણ ઢાળી જુઓ ફરે છે રહે ન ઢાળી રૂપવતીને ભાળી. ૩ માળા કરમાં ફરે મૂખથી મંત્ર ઈષ્ટને જાપ; અંતરમાં છે જાપ કવણને તે એમાં જોઈ મો. ૪ વૃદ્ધ વામ આવે દશન તો કહેશે માઈ બાઈ સુંદર યુવતિ નિરખી જાશે સિદ્ધાઈ સંતાઈ. આવે વંદવા વિત્ત પાત્ર તે આવકારની વૃષ્ટિ, દીનતણા સામું નહિ દેખે ક્યહાં ગઈ સમદષ્ટિ. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com