________________
૫૬
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. શુભ પ્રવૃત્તિને પણ અશુભના પરિહાથે લઈએ, તે શુભને તે માટે યથાવત્ જીએ, અશુભના પરિહાર પર્વત નિર્વાહીએ, તોજ શુભ પ્રવૃત્તિ નિર્વાહાય, અશુભને કાઢી દૂર મૂકાય, અને પશ્ચાત્ શુભથી પણ સ્વતંત્ર થઈ શકાય એમ સમજવાનું છે.
જેમ વાગેલો કંટક કાઢી કંટકને નાંખી દેવામાં આવે છે, તેમ અશુભ પ્રવૃત્તિને, શુભના ગ્રહણથી દૂર કરી અને શુભને મૂકી દેવી એ તે નિવૃત્તિ ખરીને? એમ કોઈ કહેશે, તે ત્યાં તારતમ્ય એ છે કે, તે તેનાથી સ્વતંત્ર છે, શુભ તેને બાધક નથી રહેતી. કાંટો કાઢી નાખ્યા પછી તેને કાઢવાને ગ્રહેલે કાંટે, તે કાઢનાર હાથમાં રાખે તો પણ સ્વતંત્ર છે; નીચે મૂકે, નાખી દે, તો પણ સ્વતંત્ર છે. તેમ શુભથી અશુભની નિવૃત્તિ કર્યા પછી શુભ તેને કઈરીતે બાધક નથી. શુભથી પણ તે પ્રતિબદ્ધ રહેતું નથી. એમ સમજવાનું છે, પ્રતિબદ્ધ રહેતું નથી, એમ બેલી નિવૃત્તિ નથી, એ સિદ્ધ કરવાને તથા પ્રકારે યુક્તિવાદ કરે છે. . હવે તે નિવૃત્તિ જ છે, એમ શંકા જેને થાય તેણે તેનું સમાધાન અતઃપર કરવામાં આવ્યથી જેવું. અત્યારે તે શુભથી પણ તે સ્વતંત્ર-અપ્રતિબદ્ધ છે, એટલું જ સમજણમાં નિર્વાહવાનું છે, અને એમ કહેવામાં હજી કાંઈક સુરહસ્ય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com