Book Title: Prem Prvarutti
Author(s): Charitravijay
Publisher: Mahavir Jain Charitra Ratnashram

View full book text
Previous | Next

Page 194
________________ પ્રવૃત્તિ અને નિવૃત્તિ. - ભાવાર્થ –કેઈ નિરોધશીલ મન વિના, વાણીથી અને ક્રિયાથી અતિ ઉત્કૃષ્ટ કિયા કરતો હોય, તથાપિ ગુણને પ્રાપ્ત કરી શકતો નથી, પણ ઉલટી આવા પ્રકારની તેની વિરાધના કરવાથી, ખેદની વાત છે, કે તે દુરંત એવા ભવભ્રમણમાં પડે છે. પ્રવૃત્તિમાં–શુદ્ધ વ્યવહારમાં, જેને નિરોધ આવશ્યક છે, તેમાં તેને અવકાશ આપવો એ, ઉલટાજ ફળનો દાતૃ છે. અશુભ વિચારવાની ઘટનામાં મનને શુભ કિયામાં જોડવાથી યથાવત્ અર્થ સરતો નથી. અસ્તેયમાં પ્રવૃત્તિ અને ચેરીમાં મન, સત્યતામાં પ્રવૃત્તિ અને છલ-અસત્યમાં મન, વિરાગીની સ્થિતિ અને રાગમાં આકર્ષણ એ હસવા લાયક ઉદ્યમ એ સમજાય છે. એથી અર્થ સરે જ શી રીતે ? તે મનુષ્ય યથાર્થ અસ્તેય, શીલ, સત્ય, વિરાગ ઇત્યાદિને કેમજ સિદ્ધ કરી શકે ? અહિયાં તે તે કરનારની જે ઉક્ત શુભ કિયા પ્રત્યે, મનની રૂચિ ન હોય તો પ્રવૃત્તિ સંભવતીજ નથી. પણ અશુભ વિચારો સાથે પુનઃ મનને જોડાતાં અટકાવી શકવાના નિરોધ રૂપ સામર્થ્યનો અભાવ હોવાથી, પુનઃ પુનઃ તે તેમાં આવી ભરાય છે, અને તે તે ગુણેને યથાર્થ સિદ્ધ થવા દેતા નથી. અને તે સાથે તાદામ્ય ૨હિત માત્ર કિયાથી શુભ કિયા પણ ભવભ્રમણથી મુકત કરવાના ફળને આપનારી થતી નથી. એ આશય સમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210