________________
૨૮
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. ના સામર્થ્ય રૂ૫ અધિકારને પ્રાપ્ત થતાં પર્યત વડિલાદિની પરતંત્રતામાં રહેવું જોઈએ. બાળક પિતાની વયમાં આવ્યા પહેલાં પિતા થઈ શકતું નથી. છોકરી માતાની વયમાં સ્ત્રી ધર્મમાં આવ્યા પહેલાં, માતા થઈ શકતી નથી. યુવાન, ઠરેલપણું ઇત્યાદિ વૃદ્ધોચિત ગુણે આવ્યા વિના વૃદ્ધસદશ અનુભવી અને વિશ્વસનીય થઈ શક્ત નથી. તે સ્થિતિ પ્રાપ્ત થતાં એની મેળે તેવી પ્રવૃત્તિમાં આદર થશે. અને અન્ય પણ તેવી સ્થિતિએ આદર કરશે. અધિકાર બાહ્ય પ્રવૃત્તિને આદર કરતાં, બાળક બાળકીઓ જેમ વર વહુની રમત રમે છે, પિતા-માતા બની ઢીગલા ઢીંગલી રૂપે છોકરાં છેકરી પરણાવે છે, એવી તમારી પ્રવૃત્તિ પણ ઉપહાસાસ્પદ ઠરવા જશે. લોભી હઈએ અને બીજાને નિર્લોભ રહેવાની, દયા આણુ દીનોને દાન આપવાની, પ્રવૃત્તિ કરવી અનુચિત છે. ચાર હઈએ, અન્યને ચર નહિ બનવાની અને તે અસ્તેયને ઉપદેશ આપ વાની પ્રવૃત્તિ કરવી અનુચિત છે. વ્યભિચારનિરત હઈએ અને શીલ પાલનના ધરૂપ પ્રવૃત્તિને આદર આપ અનુચિત છે. અસત્ય-જૂઠા હઈએ અને બીજાને સત્યની હિમાયત કરવા પ્રવૃત થવું તે અનુચિત છે. આવા પ્રકારની બધી પ્રવૃત્તિ વિફળ-નિષ્ફળ છે. જ્યાં પર્યત આપણે જે કહીએ છીએ તેવા નથી, ત્યાંસુધી આ પણ એ પ્રવૃત્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com