________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
૨૭
અપ્રવૃત્તિ-સુસ્થતામાં પણ પ્રવૃત્તિ છે. વ્યવહારમાં વ્યવહારને લગતો વ્યવહાર પ્રવૃત્તિ છે. ત્યાગમાં ત્યાગને લગતે વ્યવહાર પ્રવૃત્તિ છે. દરેકની પ્રવૃત્તિ છે. મૂકાયું તેની નિવૃત્તિ કહે તે ભલે કહે. સર્વથા મૂકે તેવું તે કાંઈજ નથી. કોઈને કોઈ સ્વરૂપે પ્રવૃત્તિજ છે. બ્રાહ્મણે બ્રાહ્મણે ચિત પ્રવૃત્તિ નિર્વાહવાની છે. શક શદ્રોચિત પ્રવૃત્તિ નિર્વાહવાની છે. એ પ્રકારની ગ્રહીએ ઝહીની, વાનપ્રસ્થ વાનપ્રસ્થની, યતિએ યતિની, ભકતે ભક્તની, જ્ઞાનિએ જ્ઞાનિની પ્રવૃત્તિ નિર્વાહવાની છે, જે જે અધિકાર તેવી તેવી પ્રવૃત્તિ જ લઈ બેસવાની છે અને એટલેજ પ્રવૃત્તિને હાર્દ સમજવાનું છે. પ્રવૃત્તિ રહિત બની બેસવાનું નથી અને તેમ બેસાતું પણ નથી. અધિકારની વૃદ્ધિમાં પ્રવૃત્તિ કરવાની છુટ છે. ત્યાં પર્યત તો જેટલો અધિકાર, તે પ્રમાણે પ્રવૃત્તિ જાળવી રાખવાની છે. અધિકાર આગળ વચ્ચે આગળ વધવાને અપ્રતિવાય છે. રોગીએ તે પથ્ય સેવનમાં પ્રવૃત્ત રહેવું જોઈએ, અને જે તે પથ્ય નહિ સેવશે તો મરવાનેજ. એ પ્રવૃત્તિ તેના અધિકાર બાાની છે. આરોગ્યની સંપૂર્ણ પ્રાપ્તિ થયેજ તેવી છુટને તે અધિકારી છે. લોભીએ, રે, ધનના રાશીથી તે લેવા થતી અનિવાર્ય લાલસા પ્રગટતી રહે ત્યાં સુધી દુરજ રહેવું જોઈએ. સ્ત્રીએ પોતાના શીલ ઈત્યાદિના સ્વતઃ સંરક્ષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com