________________
પ્રવૃતિ અને નિવૃત્તિ. અને નિવૃત્તિ એટલે કર્તવ્યને છેડે કૃત કૃત્યતા સમજી કર્તવ્યને તિલાંજલી અપ બેસીએ છીએ. જન્મથીજ કવ્યથી વિમુખ બની બેસી રહેવાથીજ જે નિવૃત્તિ હોય તો જન્મવું, જનની ઉદરમાં ગર્ભસ્થ જ શા માટે થવું ? અને નહિ થવાય કે એની મેળેજ નિવૃત્તિ છે મેક્ષ છે જન્મવું ટળી જાય તે મોક્ષ જ છે, પણ તે આવી રીતે ટળવું અસંભવિત છે. જ્યાં પયત અને જેટલી ભૂમિકા આ સંસારની જવનિકામાં આપણે ભજવવાની છે, ત્યાં પર્યત એના અંગ તિમ કિનારા વિના એને નિરોધ થઈ શકવાને નથી. જન્મવું અને મરવું નિર્માયલું જ છે. અને જ્યાં પર્યત તે છે ત્યાં પયત પ્રવૃત્તિ કર્તવ્ય પણ નિર્માયલું જ છે. તે જે નહિ આચરીએ તે પ્રવૃત્તિ અટકવાને બદલે બેવડાવાની. આપશુથી શું તજાશે ! ખાવું તજાશે ? પીવું તજાશે? ઉંઘવું તજાશે ? શું તજાશે ? કાંઈ જ નહિ ત્યજી શકાય, સર્વે કરવું જ પડશે અને કરીએ પણ છીએ, પણ તે લજજીત કરીએ છીએ-એટલે લજજા ભરેલું ખાઈએ છીએ. જાત મહેનતથી નહિ કમાઈ બીજાના ઉપર ભારભૂત બની મેઢામાં કેળીઓ અને માથામાં દુબે એવો રોટલો ખાઈએ છીએ. પીએ છીએ, પણ તે પારકાના ભરોસે રહી, તરફડી મારી, ગળે અને તાળવે કાંટા પડયે પીએ છીએ. ઉંઘીએ છીએ પણ અનુઘમીની પેઠે, જાગવા નહિ. જાગીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com