________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. છીએ તે સર્વસ્વ ગુમાવ્યા પછી જ. જન્મીને આ સહુ પીડા વરી ખરી! જન્મજ ન લીધે હોત તો બધી પીડા ટળી જાત. પણ તે તો શક્યતા બહારની વાત છે. જન્મ તે લેજ પડે છે, એ જન્મ ધરવાની પરમ સાફલ્યતા મેળવવી એજ નિવૃત્તિ છે. તેને છેડી કર્તવ્યને બજાવી તેથી મુક્ત થવાને બદલે કર્તવ્યમાંથી જ કાં મૂક્ત બનીએ ! એ તે બમણું પ્રવૃત્તિમાં જોડાશે. પ્રવૃત્તિને રથ તેને નિયત સ્થાને લઈ ગયા વિના છૂટકે જ નથી. આજ નહિ તે કાલ, કાલ નહિ તે પરમ દહાડે, આ જન્મ કે જન્માંતરે પણ જ્યાંથી અટક્યા ત્યાંથી આગળ વહવું પડશે અને નિયતસ્થાને–તેની પરાકાષ્ટાએ પહોંચાશે ત્યારેજ નિવૃત્તિ મુક્તિ ભેટશે.
જે નિયત છે તેને તો અનુસર્યા વિના છુટકે જ નથી, ત્યારે નિવૃત્તિ રહી ક્યાં ? માત્ર ફલમાં, ફલાભિસંધિ, ફલાસકિત જ બંધન કરાવે છે. પ્રાપ્ત કર્તવ્યમાં ફલાસક્તિ રહિત બની પ્રવૃત્ત થવું એજ પ્રવૃત્તિનું સુ રહસ્ય છે. નિવૃત્તિને સ્થાન જ કયાંઈ નથી. ભ્રમથી આપણે અકર્મ થવા જઈશું, કર્મથી નિવૃત્ત થવા જઈશું તો પ્રથમ શરીર યાત્રાજ કર્મ છે, પ્રવૃત્તિ છે. બેસણું તે પણ પ્રવૃત્તિ છે, ઉભા રહેશું તે પણ પ્રવૃત્તિ જ છે. શ્વાસોશ્વાસ લેશું તે પણ પ્રવૃતિજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com