________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. ભક્તિ, અધ્યાત્મ ચિંતન, એ સમસ્ત પ્રવૃત્તિ જ છે. અને તેમાંથીજ સ્વસ્વરૂપે પ્રવૃત્તિરૂપ નિવૃત્તિ જ ફળે છે.
પાશ્ચાત્યાએ અધ્યાત્મ વિચારને ગૌણુતા અર્પ, કિયારૂચિને આદર આપે છે, પૂર્વવાસીઓએ કિયારૂચિ
વ્યવહારને ગૌણુતા અર્પી પરમાર્થ-નિવૃત્તિ માર્ગ–અધ્યાત્મ વિચારને પ્રમુખ રાખે છે. ઉભયમાં તફાવત આટલે છે. પણ પાશ્ચાત્યાએ, ગૌણને ગૌણ રહેવા દઈ પ્રમુખને સંપૂર્ણ પ્રવૃત્તિમાં મૂકેલ છે. આપણે ગૌણને અતિગૌણ કરી દઈ, પ્રમુખને ગૌણ કરી મૂકેલ છે. એટલે કે ઉભયને અવનતિમાં મૂકેલ છે. આથી વ્યવહાર તેમજ પરમાર્થ ઉભયે આપણા ઉપહાસાસ્પદ ઠરવા જાય છે. વ્યવહાર પણ અસ્તવ્યસ્ત; પરમાર્થ, તે પણ અસ્તવ્યસ્ત. એટલે વ્યવહાર અવ્યવહાર રૂપે, ધમ-ધર્માભિમાન, ધર્મ કલહાદિએ અધમ રૂપે દષ્ટિગોચર થાય છે. અહીંજ આપણી નિષ્ફળતા છે. અધિકારોનુસાર, રૂચિ અનુસાર પ્રમુખ ગૌણ ઉભય પક્ષમાંથી એટલે પ્રવૃત્તિ નિવૃત્તિમાંથી ગમે તે હોય, પણ તેમાં અભિનિવેશ તો તેવા તેવા પ્રકારે થવો જ જોઈએ. એટલે કે વાતનું ડહાપણ ન જોઈએ. ઉભયમાંથી ગમે તેમાં રૂચિ અનુસાર કિયા-ગતિ જોઈએ, તેજ સિદ્ધિ મળે. પણ નિવૃત્તિ માર્ગમાં તો માત્ર વાતનું આપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com