________________
બાળાઓને આ પ્રસંગ ખરેખર ધડે લેવા જેવો છે. મનમાં પતિ પુત્રવિષયક અનેક કામનાઓ ભરેલી હોય અને પતિસેવા ત્યાગી, મીરાં બની બેસવું કઈ પણ રીતે આર્યબાળાઓને ઉચિત નથી, હંમેશાં ભક્તિ નિરેધવાળી વર્ણવેલી છે. અનેક સંસારવિષયક લાલસાઓ-કામનાઓ આવી મનને રેધતી હોય અને ભકત બનવા પ્રયત્ન કરે એ ઉભય ભ્રષ્ટ વ્યવહાર તેમજ પરમાર્થથી પતિ-મ્યુત થવા જેવું છે. પ્રથમ આડે અવળે ભટકતા પ્રેમને એક પતિ કેન્દ્રાપગામી કરે અને એ આરંભથી માંડી અધિકારી થયે પ્રભુભક્ત બનતાં શીખે.
પ્રેમના સંબંધમાં ભકિત માર્ગીય વલ્લભાચાર્ય પિતાના નિષેધ લક્ષણ નાથના ગ્રંથમાં લખે છે કે –
अहं निरुध्धो रोधेन निरोधपदवो गत : निरुद्वानां तु रोधाय निरोधं वर्णयामि ते ॥ हरिणा ये विनिर्भुक्ता ते मग्ना भवसागरे
ये निरूद्धास्त एवात्र मोदमायांत्यहर्निशं ॥ १ ॥ ભાવાર્થ-હું રેપથી નિરૂદ્ધ છું અને પદવીને પહોંચેલે છું. પરંતુ નિષેધના અધિકારીઓને વાતે નિધનું લક્ષણ વર્ણન કરૂં છું. જેમને હરીએ ત્યાગ કર્યો છે તે આ ભવસાગરમાં ડૂબેલા છે અને જેમને નિરૂદ્ધ કર્યા છે તે અહર્નિશ પરમાનંદ ભોગવે છે.
અહા કેવાં સુંદર વચનામૃત છે! સર્વદા અબાધ સત્ય, જ્યાં જુઓ ત્યાં શબ્દાંતરે, પ્રકારાંતરે, પર્યાયરૂપે, પણ એકનું એકજ નીકળી આવે છે. ગમે તે સમાજ કે ધાર્મિક સંસ્થા નિહાળે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com