________________
ઉપરી સત્તાવાળા કેવળ કલ્યાણ માત્રની ભાવનાને જ અનુસરે છે ત્યાં સુધી ઠીક રહે છે પણ જેમ જેમ જનસ્વભાવ સુલભ વૃત્તિઓને આવિર્ભાવ થતું જાય છે તેમ તેમ વિક્ષેપના સંભવ આવે છે. પાશ્ચાત્ય પ્રજા પાસેથી આપણે ડું શીખવાનું નથી તેમ આપણું પાસેથી તેમને પણ થોડું શીખવાનું નથી. આપણા ભૂતમાંથી તેમને શીખવાનું છે. તેમના વર્તમાનમાંથી આપણે શીખવાનું છે. પ્રવૃત્તિ એજ જીવનને હેતુ અને ફલ નથી. અનંત પ્રવૃત્તિ પણ આત્માના અભેદ ભાનથી ઉપજતી સમતા એ સર્વ જીવનને મુખ્ય ઉદેશ છે, આટલું પશ્ચિમે ગ્રહણ કરવા જેવું છે. આ દેશમાં તે તેમને અનુપદે જણાશે. પૂર્વે એટલું સમજવાનું છે કે નિવૃત્તિરૂપ જે આ આત્મભેદ ભાવનાની સમતા તે કેવળ જડતા, આલસ્ય, સ્વાર્થ આદિ જે તામસી વૃત્તિઓ તેમાં રહેલી નથી. અનંત પ્રવૃત્તિમાંથી જ એક અનાદિ સમતા ઉભવે છે, ને કૃષ્ણ અર્જુનને ગીતામાં સમજાવ્યું છે તેમ કમંગમાં આપણા જીવનનું સાફલ્ય અને કલ્યાણ છે. એમ લાગે છે કે ગીતામાં બતાવેલી ભાવના જેવી કેઈ ભાવના પૂર્વ અને પશ્ચિમ ઉભયના કલ્યાણને પરમ માર્ગ પ્રત્યક્ષ છે.
વર્તમાન સંમયમાં એવાં સુચિન્હ પણ થોડાં નથી. અનેક પ્રકારે અનેક સ્થળે, આવી પ્રવૃત્તિમાં નિવૃત્તિની ભાવના પાદુર્ભાવ પામી, સબલ થતી જાય છે, માણસ જાતના હૃદયને આકર્ષવા લાગી છે. એ ભાવના જે રીતે અધિક વિસ્તાર પામે, એને જે રીતે અધિક સમર્થન થાય તે રીતિને આશ્રય કરવામાંથી આપણું તેમ આપણા રાજકર્તાઓનું ને આખી સુધરેલી દુનિયાનું કલ્યાણ થવાને સંભવ છે, ઈત્યાદિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com