________________
કરી એટલે ગજન્ય પ્રવૃત્તિને અટકાવી–બંધ કરી અયોગ ગુણ, સ્થાનક પ્રાપ્ત કરે છે. આ બધી પ્રવૃત્તિ નિવૃત્તિ જ છે.
પ્રિય વાચક, પ્રવૃત્તિ નિવૃત્તિનો ઉપદ્યાત હવે અમે પૂર્ણ કરીએ છીએ. મુળ વિષય સાથે તેનો સમન્વય કરી જેવાથી તેના સૂક્ષ્મ રહસ્યને મનનશીલોને આનંદ મળશે. સ્વ૫ લેખને આટલે ઉપદ્યાત હોય નહિ પણ વિષયની સાથે તુલના કરવા એક વસ્તુસ્થિતિને નિર્ણય વાચકોને દઢાવવા તેને આટલું બાહુલ્ય આપ્યું છે.
ઉપોદઘાત પ્રવેશક પિથી છે. તેમાં સારી રીતે પ્રવેશ થયો હોય તે વાચક જીજ્ઞાસુને મૂળ વિષયને માર્ગ સુતર પડે છે; એટલાજ હેતુથી ભિન્ન ભિન્ન રીતિએ ઉપોદઘાતમાં યુક્તિ પ્રયુકિતએથી તેમજ વિદ્વાનોના અનુભવ પ્રમાણે ચોજી વિષયને સમજાવવા પ્રયત્ન સેવ્યો છે.
અપૂર્ણતા વ્યતિજન્ય સગુણ છે. સમષ્ટિ તેમાં પૂર્ણતા આણે. છે, આ સમુલ્લેખમાં રહેલી અપૂર્ણતા પણ સુધારી લેવા હું તેને સમષ્ટિની સેવામાં સમપુ છું. તથાસ્તુ.
કર્તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com