________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. મનવડે વશ રાખી કમાગ કરે છે, તે અસકત હોવાથી શ્રેષ્ઠ છે. નિરંતર તું કર્મ કર. કર્મ, અકર્મ કરતાં વધારે ઠીક છે. તારી શરીર યાત્રા પણ અકર્મથી સિદ્ધ થશે નહિ.
ઉકત, કૃષ્ણ અર્જુન પ્રત્યે ઉચ્ચારેલા સુભાષિતેનું મનુષ્ય બુદ્ધિપૂર્વક મનન કરે તે, પ્રવૃત્તિ-નિવૃત્તિનું સ્વરૂપ, તેને હસ્તામલકવત્ સ્પષ્ટજ છે. આપણે એ મનનના આયાસમાંથી, વાચકને પરિશ્રમ સ્વ૯૫ કરવા, અહીંયાજ તેનું યથાશક્ય સ્પષ્ટીકરણ કરીએ.
જ્ઞાનમાત્રને અવલંબી, કર્મ (કિયા) ની પંચાત– માથાકુટમાં ન પડવાથી, શ દોષ છે? એવી અર્જુનની શંકાને આગળથી જ જાણી લઈ, કૃષ્ણ તેને કહે છે કે, કર્મ નહિ કરવાથી એટલે કે તેના અનારંભથી નૈષ્ણમ્ય રૂપ મોક્ષદશા પ્રાપ્ત થતી નથી. તેમ સર્વ કર્મત્યાગ રૂપ સંન્યાસમાંજ, જ્ઞાનની પરિસમાપ્તિ નથી.
સુધાતુરની અન્ન જમ્યા વિના ભૂખ જતી નથી. તૃષિતની જળ પીધા વિના તૃષા મટતી નથી. તે તેઓ જમવું અને પીવું, એજ ને તેથી નિવૃત્તિ સાધવાને માર્ગ છે. આવા વન્યાશયે તે સમજાવે છે કે, તે પણ સાંપ્રત કાળે, જે પ્રવૃત્તિ તને પ્રાપ્ત થઈ છે તેને નહિ આદરે છે, તેથી નિવૃત્ત થઈશકવાનો નથી. એ નિવૃત્તિ પ્રવૃત્તિની એછુક છે. આમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com