________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. ધિકયના સરવાળેજ તેમને બેટ છે, જે નહિવત છે. પણ
જ્યાં અવ્યવસાયે-કિયાના અનારંભે માત્ર નિવૃત્તિના પુકારજ ઉઠે છે, તે દેશ ક્યારેય પણ નિવૃત્તિ સાધી શકવાને નથી. આરંભ્ય પૂર્ણ થશે, અને ગ્રહ્યું મૂકાશે. અનારંભને માટે, ત્યાગ સ્વીકારને માટે આ સૂત્રો સમજવા જેવાં છે. ભગવદ્ ગીતામાં આજ વિવેક અજૂનને કરાવતાં શ્રી કૃષ્ણ સમજાવે છે કે –
“न कर्मणामनारंभा नष्कम्यं पुरुषोश्नुते न च संन्यसना देव समाधि मधिगच्छति"
ભાવાર્થ-અજૂન? કમ ન આરંભવાથી, પુરૂષ નૈકમ્પનું સુખ ભોગવી શકતા નથી. તેમજ સંન્યાસ માત્રથીજ સિદ્ધિ પામી જતું નથી. હવે ઉપર કહેલાં સૂત્રોને શ્રી કૃષ્ણ વાકય સાથે સમન્વય કરી જુઓ.
આરંભવિના–પ્રવૃત્તિમાં જોડાયા વિના, અજૂન ? કોઈ પુરૂષ નિષ્કમ્ય—પ્રવૃત્તિથી અપ્રતિબદ્ધ–સ્વતંત્ર બની શકતો નથી, નિષ્કર્મ થઈ શકતું નથી. નિષ્કમતા કર્તવ્ય પ્રવૃત્તિની પૂર્ણ સાર્થતામાં છે. જે તે આરંભાશે, તેમાં પ્રવૃત્ત થવાશે, તે કોઈને કોઈ કાળે તેથી છુટકારો પણ થશે. બાકી અમારંભે ત્યાગી બેસતાં તો તે કૃત્યકૃત્ય નહિ બની શકે. ત્યાગશે તો પણ તેને આરંભમાં જોડાવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com