________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. ક્યાંથી મેળવીએ? આપણું શાસ્ત્રકારોએ નિવૃત્તિના આધારભૂત સ્વીકારેલી નિવૃત્તિ તે આ જ પ્રવૃત્તિ છે, એટલે કે આપણી સત્ય નિવૃત્તિને બાધક નહિ એવી ઉચિત-યથાર્થ પ્રવૃત્તિને તેઓએ નિવૃત્તિ સ્વીકારી છે. બીજા શબ્દોમાં બેલીએ તે એ નિવૃત્તિને બાધક-અયોગ્ય-અયથાર્થ—અ શુદ્ધ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ, એને નિવૃત્તિ માની છે. ત્યારે શુધ્ધ પ્રવૃત્તિ એજ નિવૃત્તિ એમ ફલિત થયું અને તેના યથાર્થ લાભ માટે અયથાર્થ પ્રવૃત્તિમાંથી છુટવા તેવી શુદ્ધ પ્રવૃત્તિ આપણે સ્વીકારવી જોઈએ. તે ન સ્વીકારીએ તે, નિવૃત્તિની આપણે જે ઉચિત વ્યાખ્યા કરી, તેની આપણા ઉપર કૃપા-પ્રસાદી-તુષ્ટિ કેવી ?
અર્થને ઈષ્ટને લાભ એજ નિવૃત્તિ, અલાભ અને તેની અગત્ય ત્યાં જ પ્રવૃત્તિ, એટલું હું તો સમજું. જેટલી ધાન્યની જરૂર, તેટલી તે માટે કૃષિની જરૂર. જેટલી પ્રાણ તત્ત્વને પિષવાની જરૂર તેટલી જ પ્રાણવાયુની પણ જરૂર. જેટલી ઊંઘ તેટલી નિદ્રાની જરૂર. જેટલી ભૂખ તેટલા ભેજનની જરૂર. જેટલી પ્યાસ તેટલા પાણીની જરૂર. પ્રત્યેકના યથેચ્છ લાભ પર્યત પ્રવૃત્તિ અને તેનો લાભ એજ તેથી નિવૃત્તિ. જેવી અને જેટલી નિવૃત્તિની આવશ્યકતા, તેવી અને તેટલી તે માટે પ્રવૃત્તિની પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com