________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રાયઃ પિષી રહ્યા છીએ, અને તેથી ખરી નિવૃત્તિના માગથી દૂર-અતિદૂર જતા જઈએ છીએ.
વિવેક એ આપણું આર્યશાસ્ત્રકારનું પરમ ભૂષણ છે. જેટલે ઉકત પ્રવૃત્તિ નિવૃત્તિના વિષયમાં આપણું શાસ્ત્રકાએ વિવેક કર્યો છે, એટલે કઈ જ કરી શક્યા નથી. પણ અફસોસ, આપણે હાલ તેઓની જ સંતતિ એ વિવેકદીપ આપણું સન્નિધિમાં છતાં, આંખ મીંચી, અજ્ઞાનકૃપમાં પડવાને દુરૂદ્યોગ કરી રહ્યા છીએ. પ્રત્યુત અન્ય પ્રજાને આપણા પૂર્વજોની, તે વિષયમાં અજ્ઞાનતાનો પરિચય આપી રહ્યા છીએ.
આપણા પ્રાચીન શાસ્ત્રકારોએ નિવૃત્તિમાર્ગની આ ધારભૂત જે નિવૃત્તિને સંકેતરૂપે સ્વીકારી છે, તેજ આપણે નહિ સમજવાથી, નિવૃત્તિના બહાને હાથ પગ જે બેસી રહેનાર દંભી, આળસુ, અનુદ્યોગીના પીર બની બેઠા છીએ. એટલે કે છતી આંખે આંધળા, છતી જીભે અવાકુ, છતા હાથ પગે ઠુંઠા અને લૂલા, છતા જીવે મુડદાલ-જનની જન્મભૂમિને ભારભૂત, બની ગયા છીએ. નિસર્ગ આપણને દયા આણીને જ નિભાવે છે, પૃથ્વી દયા આણીનેજ પાક અપે છે. પર્જન્ય દયા આણીને જ વૃષ્ટિ-પાણી અપે છે, વાયુ આપણા પ્રાણ તત્ત્વને દયા આણીને જ પોષે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com