________________
૨
પ્રવૃત્તિ અને નિવૃત્તિ.
પ્રવૃત્તિ કરે છે, તેને વિકારી પ્રવૃત્તિ કહી શકાય. અહીં આપણે, તે વિકારી પ્રવૃત્તિના બે ભેદ પાડીએ, એક ક પ્રાધાન્ય, કર્મ્યાન્મુખ પ્રવૃત્તિ. બીજી આત્મ પ્રાધાન્ય, આત્માન્મુખ પ્રવૃત્તિ. આત્મ પ્રાધાન્ય, આત્માન્મુખ પ્રવૃત્તિને આપણે શુદ્ધ પ્રવૃત્તિથી ઓળખશુ; અને તદિતરને અશુભ પ્રવૃત્તિથી ખેલાવશું.
તે શુભાશુભ પ્રવૃિત્તિનું ઉત્થાન કેવા રૂપે થાય છે તેની શરૂઆત, અમે અત્રે પ્રથમ તેા કરીએ છીએ, અને તેથીજ પ્રવૃત્તિની નીચલી વ્યાખ્યા શરૂઆતમાં અનુકુળ થઇ પડશે. વૃત્તિ એટલે આત્માના પરિણામથી મનેાભાવ, તેના પ્રક એટલે પ્રકટ વ્યાપાર, વાણિથી કે કમથી તેનું નામ પ્રવૃત્તિ છે, અને તેજ વૃત્તિ મનાભાવાના, તેના કારણ-મનમાં નિઃશેષ વિરામ, તે સવથા નિવૃત્તિ છે. આથી સ્પષ્ટ થયુ હશે કે એ મનના ભાવેાના નિઃશેષ વિરામ પર્યંત-અપુનરૂદ્દભવ પર્યંત, પ્રકટ કિવા અપ્રકટ મન પ્રવૃત્તજ રહે છે, અને ત્યાં પંત, નિવૃત્તિને અભાવજ છે, એટલે કે પ્રકટ વાણિથી કે ક્રિયાથી, પ્રવૃત્તિમાન થયા વિના પણુ જ્યાં પર્યંત, એ ઉઠતા વિકલ્પાની મનમાં સ્થિતિ છે, ત્યાં પય ત, તે પ્રવૃત્તિજ છે, નિવૃત્તિ નહીં, અને એવા પ્રકારની નિવૃત્તિને નિવૃત્તિ માની ઈચ્છવી, એ તે દંભ, અનુદ્યોગ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com