________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. અકર્તવ્ય કિંવા પ્રમાદને પ્રશસ્ય રીતે પ્રિય કરી તેડું કરવાને પરમ દુગુણ છે.
કઈ અત્રે શંકા કરશે કે, આપણા ભારતવર્ષને નિવૃત્તિ માર્ગ એજ પરમ માનનીય માર્ગ છે, તેને તરછેડી તોડી પાડી, તમે તે પ્રવૃત્તિ માર્ગનું જ પ્રતિપાદન કરવા જે આ કાંઈક ઉદ્યોગ કરે છે. અલબત, આ મારે તેજ ઉદ્યોગ છે, કેમકે તે વિષયમાં જે જબરા અજ્ઞાને આપણી ઉન્નતિનાખરી નિવૃત્તિના માર્ગ આડા કંટક વેર્યા છે, તેને સાફ કરી, તેની સત્યતાને–યથાર્થતાને, મને જ્યાં પર્વત વિવેક સૂજે છે, ત્યાં પર્યત એ આર્ય બંધુઓને કરાવો, એને હું મારી ઉજવલ ફરજ સમજું છું.
ભારતવર્ષ, તેના દર્શને અને ઋષિ મહર્ષિઓએ નિવૃત્તિ માગને માન્ય હોય છે, તે મનની નિવિકલ્પાવસ્થાને માન્ય છે; અને તેવી સ્થિતિ જેને સુપ્રાપ્ત હોય તેને તે સ્વીકારવાની છૂટ છે. પણ મનની વિકલપાત્મક સ્થિતિ છતાં, માત્ર પ્રવૃત્તિને છેડી, બેસી રહેવાનું તેઓએ કહ્યું નથી. એવા પ્રકારની નિવૃત્તિને તે તેઓએ ચોખ્ખી દંભ, આલસ્ય, અનુઘોગ એવા દુર્ગણ રૂપે જ વર્ણવેલી છે. આપણે અધુના એ નિવૃત્તિમાર્ગને સ્થાને એ દંભ, આલક્ષ્ય, અનુદ્યોગ અકર્તવ્ય ઇત્યાદિ અપ્રવૃત્તિરૂપ દુર્ગુણેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com