________________
૧૮
પર્યતમાં તે ભવ્ય મંદીર બંધાઈ રહ્યું છે. અંતિમ શિખર રૂપે તે તે પ્રત્યેક દર્શનમાં શોભી રહ્યાં છે. સર્વાઈવલ ઓફ ધી ફીટેસ્ટની જેમ અનવસ્થાને ત્યાં અવકાશ નથી. જ્યાં તેને અવકાશ છે, તે ડાર્વિનનો સિદ્ધાંત કઈ રીતિએ નિવૃત્તિમાર્ગને પ્રમાણ ગણું શકાય?
મણીલાલ નથુભાઈ તે ડાર્વીનના સંબંધમાં લખે છે કે “માણસ વાનરમાંથી થયા એમ માનવાનું કયાંથી પ્રાપ્ત થયું ! આખું જગત જડમય છે, જડના ક્રમિક વિકાસમાંથી જંતુ, માછલાં, પક્ષી, પશુ, વાનર મનુષ્ય એમ ક્રમે ક્રમે ઉભળ્યું. ચેતન એવું કાંઈ છે જ નહિ. એમ માનવામાંથી એ વિચાર પેદા થયો છે. છતાં ડાર્વીન જેણે ઇવોલ્યુશન અથવા પરિણામો આ વાદ ઉપજાવ્યો, તેના પરમ મિત્ર અને ભક્ત તથા તે વિષયમાં પ્રમાણભૂત પ્રોફેસર હક્ષલી જે કહે છે તે તે આપણે જોયું કે ગમે તેવા પરિણામ માને, પણ ચેતન કોઈ એજ વાત છે. એને જડમાંથી ઉપજાવી શકાવાનું નથી જ. પણ આમ કહેવાથી ડાવનની મહત્તા શું ઓછી થાય છે? લેશ પણ નહિ. એક પરમાણુથી તે મોટા ભવ્ય મનુષ્ય સુધી જેણે અભેદની સાંકળ જોડી આપી છે, જેણે આખા બ્રહ્માંડના બ્રહ્માંડને સાંકળોને છેડે જોડી દીધાં છે, જેણે પ્રાચીન ધર્મ પુસ્તકેના બંઘનમાંથી વિચારને છોડાવી, અગાધ-અનન્ત જીવનનું ભાન કરાવ્યું છે, જેણે સ્વતંત્ર વિચાર, સ્વતંત્ર ઐય અનુભવવાને માર્ગ કર્યો છે; તેના કામને નાનું કહેવાની કોની તાકાત છે? પણ એ બધે જડને નહિ, અનંત, અભેદમય, નિર્વિકાર, એકાકાર ચેતનને વિલાસ છે એટલે જ સુધારો કરવાની નાની સરખી અપેક્ષા છે.”
અમારૂં પણ એજ માનવું છે. જો એમ હોય તે મહાત્મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com