________________
રહીએ છીએ. કયાંક પ્રયાણ કરવું હોય તો મેઘલી તમારા ઈત્યાદિના શેર જોરથી ગાજી રહેલી અને ઉડીને ખાવા આવતી રાત્રીમાં આપણે તે કરતા નથી, દિવસ થતાં સુધી તેને મુલતવી રાખીએ છીએ; પ્રેમીઓ તેમ કરી શકતા નથી. તેઓ નથી ગણતા વૃષ્ટિને, નથી ગણતા ટાઢ તડકાને, ભુખ તૃષા કિવા ઉંઘને, નથી ગણતા રાત્રીના ચેર, શત્રુના કે કશાના ભયને. વ્યાલ, સર્પ, વિંછિએના ઉપર પગ મુકતા એ મસ્ત સર્વ ભાન શૂન્ય એક પિતાના લક્ષ તરફ પ્રધાવન કરે છે. આવી અત્યંત પરિણામી પ્રવૃત્તિનું આખર એ પરિણામ આવે છે કે ચોમાસાના તોફાન પછી સાગર અને સરિતાઓનાં નીર જેમ પડયાં અને પ્રશાંત બની રહે છે, તેમ એ પ્રેમીઓની મસ્તી પણ શાંતિમાં શમી જાય છે. પ્રશાંતની શાંતિ અને નિશાની ખુમારી પછીની શાંતિમાં તફાવત હોય છે. મદ્યપી નિશાના ઉતાર પછી કાંઈ ઓરજ અત્યંત શાંતિ અનુભવે છે, અને આવી સ્થિતિમાં પોતાની સહુ ભૂલ પ્રેમીને સૂઝે છે. અને જેવી ભૂલવાની પ્રવૃત્તિમાં પ્રયત્નની અત્યંતતા તેની હોય. છે, તેવી જ તેથી અધિક પ્રયત્નની અત્યંતતા પિતાની સુધારણા તરફ ઉઠાવી શકે છે. જે જેવું જોર ચલ સ્વભાવનું–પ્રિયના વિરહે અકળાઈ ઉઠવાનું હોય છે, તેવું જ નિગ્રહનું જામે છે. જેવી આસકિત પ્રીતિપાત્રમાં પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com