________________
હતી તેવીજ આસકિત પ્રભુમાં–મેક્ષમાં લાગે છે. જે ઉપાસક પિતાની માશુકને હોય છે, તેજ-પ્રભુને-મુકિતનો બની જાય છે. મુકત બની જાય છે. કોણ સામાન્ય લંપટ-ઉપલકીઓ પ્રેમી, પિતાની એકજ ક્ષણમાં લંપટતા તજવાનું અને પુનઃ લંપટતામાં દ્રષ્ટિ જતાં પિતાના ચશુઓ ફેડી નાખવાનું શૌર્ય, સૂરદાસ જેવા અસાધારણ લંપટ આદર્શ પ્રેમી જેવું બતાવી શકે તેમ છે! સામાન્ય વિષયાંધેનું લાંપટયપ્રેમ પણ સામાન્ય હોય છે, ચલિત હોય છે, હૃદયની સમજણ પણ ચલિત હોય છે; અર્થાત્ અંતરંગ નથી હોતાં, તેવાઓ ક્ષણે વિરાગી પણ બની શકે છે, પુનઃ લાલચ તેમને લંપટતામાં ઘસડી ફેંકી દે છે. “ તુ જો ” એ વાકય આપણું અંતરંગ અસામાન્ય મસ્ત પ્રેમીઓએ જ પ્રચલિત કર્યું છે. સામાન્યનું તો કર્મ પણ મંદ છે, ધર્મ પણ મંદ છે, આથી જ તેઓ બેય બાજુથી લટકે છે. તેઓ આસકિત કિંવા વિરાગ બન્નેને વિકારના રૂપમાં જ અનુભવે છે, અર્થાત્ તેમનાં મન ક્ષેત્રમાં તે અંતરંગ જામતાં નથી. માટીના ઢેફા જેવું તેમનું મન ગમે તે જળથી ભીંજાય છે. આવા ઉપલકી આઓને ભવોભવ મુક્ત થવા વારે નથી. શુભ કર્મો ક્ષણેક ઉદયમાં આવે છે, પુનઃ લાલચમાં વિચલિત બની ખપાવી દે છે. આપણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com