________________
ને પ્રવૃત્તિમાંજ નિવૃત્તિ કેમ શોધવી તેના સંબંધે ભિન્ન ભિન્ન યુક્તિઓથી સમર્થન કરવામાં આવ્યું છે. ચાર પુરૂષાર્થ, ચાર આશ્રમ એ વિગેરે તે પ્રવૃત્તિમાંજ નિવૃત્તિ શેધવાનાં સાધન છે.
વ્યવહાર અને શાસ્ત્ર એક બીજામાં ઓતપ્રોત છે. શાસ્ત્ર તેજ વ્યવહાર કહી શકાય–તે વ્યવહારનો નિર્ણય કરે છે. વ્યવહારથી જ તે ઉદ્દભવ્યાં છે. વ્યવહારને શાસ્ત્રથી જુદુ પાડી શકાય. શાસ્ત્રને વ્યવહારથી જુદું પાડી શકાશે નહિ. ઇસ્લામનું કુરાન, ક્રિશ્ચયનનું બાઈબલ. મનુસ્મૃતિ એ વિધિ વ્યવહારે શાસ્ત્રથી જુદા પડી શાસ્ત્ર ભિન્નતા કરી છે. પણ તે તે પ્રત્યેકે તે કોઈને કોઈ પ્રકારે વ્યવહાર નિશ્ચયજ વર્ણવેલ છે, આ વ્યવહાર શબ્દમાં વ્યવહાર તેમજ પરમાર્થ બને સમજી લેવાં, કેમકે વ્યવહાર તેમજ પરમાર્થ વ્યવહારનો તેમાંજ નિવહ થાય છે. વ્યવહારને જે સંકુચિત અર્થ આપણે કરીએ છીએ તે સમજવાને નથી. વ્યવહાર એટલે પ્રવૃત્તિ એટલે જ અર્થ સમજવાનું છે. આ પ્રવૃત્તિ વ્યવહાર તેમજ પરમાર્થ ઊભયની છે. ત્યારે વ્યવહાર એટલે પ્રવૃત્તિ એમ ફલિત થયું. એ પ્રવૃત્તિને જ આગ પ્રતિપાદતાં આવ્યાં છે. ત્યારે નિવૃત્તિ રહી કયાં! ખરું કહીએ તે શાસ્ત્રોએ નિવૃત્તિને જે ખ્યાલ અધુના નિર્વાહવામાં આવે છે તેવી નિવૃત્તિ વર્ણવીજ નથી. તેમણે પ્રવૃત્તિને જ નિરૂપી છે. માત્ર જે વ્યવહાર જે પ્રવૃત્તિ કરતાં જે તદાતીત વ્યવહાર–પ્રવૃત્તિ છે તેની નિવૃત્તિ કહી છે અને તે એની મેળેજ હોય છે. બેઠા હઈએ, એ ચાલવાના વ્યવહારની નિવૃત્તિ જ છે. કોઈને કોઈ સ્વરૂપે તે તે પ્રવૃત્તિ જ છે. આમ સહજ નિવૃત્તિને શાસ્ત્રોમાં પ્રતિપાદન કરી છે. પ્રવૃત્તિન-વ્યવહારને નિરિવ્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com