________________
નથી. માત્ર કહ્યું છે કે તે સંકુચિત કરો, આશક્તિ રહિત કરે, પ્રવૃત્તિના ભાગદાર શોધો. અને એ વિધિ પ્રવૃત્તિમાં જ નિવૃત્તિ શોધે. નિવૃત્તિ એટલે અપ્રવૃત્તિ સમજવાની નથી. આ રીતે શાસ્ત્રમાન્ય પ્રતિપાદન યથાશકય કર્યું છે. અપ્રવૃત્તિ નિવૃત્તિના સ્થાને ભરાઈ બેઠી છે તે હેય છે. તદનંતર મિથ્યા પ્રવૃત્તિ અપ્રવૃત્તિની સહચરી છે. ઉભયનો એકજ પરિણામ છે એમ નિષ્કર્ષ કાઢયો છે. આ વાતને માર્ગીઓ, વૈષ્ણવ, શિવ, રામાનુજ, જૈન તેમજ પાશ્ચાત્ય વિજ્ઞાન ઇત્યાદિના ઉદાહરણથી બતાવી આપ્યું છે. ટૂંકમાં નિવૃત્તિ એટલે શું એ બત્તાવવા જેમાંથી નિવૃત્ત થવું જોઈએ તે બતાવી, જેમાં પ્રવૃત્તિ કરતાં જે નિવૃત્તિ આપણને અભિલપિત છે તેનું દિગદર્શન કરાવ્યું છે, અને તેમાં વ્યવહારને યોગ્ય પ્રવૃત્તિમાંથી પણ જવાથી જે દિશા બગાડી છે તેને લઇનેજ આર્યાવર્તની અવનતિ છે એમ દેખાડી આપ્યું છે. વિભાવના વિલાસમાંજ ઘસડાતી પાશ્રાની વ્યવહારની ઉન્નત સ્થિતિ-ઉદ્યોગ કળાનું દર્શન કરાવ્યું છે. તેમના ઉદ્યોગમાં નિવૃત્તિને અવકાશ બતાવી, અવ્યવસાયી બુદ્ધિ જે નિવૃત્તિ માર્ગના નામે ભારતવાસીઓમાં ઘર કરી બેઠી છે તેને ખ્યાલ આપવા બનતું કર્યું છે. છતાં પાશ્ચાત્યને ચડાવી નિવૃત્તિ માર્ગના પૂર્વવાસીઓને ઉતારી પાડવામાં આવ્યા નથી. પ્રવૃત્તિનિવૃત્તિ, વ્યવહાર પરમાર્થ, ગૌણ મુખ્ય પ્રમાણે પ્રત્યેકે તે તેમાં પ્રવૃત્તિ ક્રિયા-ગતિ કરવી એટલી જ ટકોર કરી છે અને તે નિવૃત્તિ માર્ગના નામે દુર્દશાને ભેગ થઈ પડેલા આર્યભાઈઓને માટે હિત કર્તવ્યની વાર્તા છે.
સાથેજ ગૌણ દિશા તરફ ગૌણ પ્રવૃત્તિના પણ અનાદરથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com