________________
વિભાવાદિમાં ઉન્નત હાલત હતી અને એકથી વધારે પશ્ચિમની પ્રજાનાં તેણે મન આકળ્યો છે. એજ તેને પ્રબલ પુરાવો છે; આવી ઉન્નત હાલતમાં પણ રાજાઓ અને શ્રીમાને ભૌતિક સુખ-વિલાસને નિરાદર કરી નિવૃત્તિના સુખને માટે મસ્ત ફકીર બની સર્વ તજી ચાલી નીકળતા અને ચાલી નીકળ્યા છે, જે હાલના ભૌતિક દ્રષ્ટિના વિજ્ઞાનને બજ દુર્ઘટ દેખાશે. પૂર્વવાસીઓ મેળવતા, પણ તેમને જે અંતિમ મેળવવાનું છે તેની આગળ તેમને તે મિટ્ટી સમાનજ લાગતું, જે પશ્ચિમમાં ભાગ્યેજ બનવું સંભવિત છે. પ્રવૃત્તિની ઉપાધિથીજ, નિવૃત્તિના સૌષ્ઠવને ભંગ થવાના ભયથી જ પૂર્વે શત્રુની સામે નિઃશસ્ત્ર, ક્ષમા, સ્નેહ, અપકારની સામે ઉપકાર, શાયની સામે સરલતા; ઇત્યાદિ ઉદાર ગુણને પરિચય આપ્યો છે. સમષ્ટિ ભાવનાજ પૂર્વનું લક્ષ્ય છે. પૂર્વે આદિથી અતઃ પર નિવૃત્તિને જાળવવાજ પ્રયત્ન કર્યો છે. જે કાંઈ સમ વિષમતા ૨૫ દેવ ઉદ્દભવે છે તે પણ એ વિજ્ઞાન અને જડવાદ તથા આસ્તિકવાદના સંઘમાંથીજ ઉદ્ભવ્યો છે. છલ–પ્રતારણા–દંભ ઇત્યાદિ પણ એ ઉભયના સંઘદની જ સંતતીએ છે. અવ્યવસાયને દેશ પણ પૂર્વ ઉપર પાશ્ચાત્યોના અતિ વયવસાયને મુકાબલેજ આવી લાગે છે. અત્યાવશ્યકતા પણ સર્વથા ઉણપ અને અગત્યની જ પશ્ચિમની દષ્ટિમાંથી પેદા થઈ છે. પૂર્વને નિવૃત્તિ માર્ગ સંતેષ અને અપરિગ્રહને પશ્ચિમના સંસર્ગથી આજ પણ મૂકી શકયો નથી. જડવાદને ભૌતિક ઉન્નતિનાં લેભમાં આજે પણ પશ્ચિમ સ્વીકારી શક્યું નથી. પણ આથી યત્રત્રચિત દુઃખ, પુકાર, દુષ્કાળ, ભૂખમરે, આર્થિક પ્રતિકૂળતાના પૂર્વવાસીઓ ભોગ થઈ પડ્યા છે. આવા દ્રશ્યથી કમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com