________________
વિજ્ઞાનવાદીઓ કહે છે કે પ્રત્યક્ષ તેટલું જ અમને તે પ્રમાણ અને આ દુરાગ્રહથી જે અપ્રત્યક્ષ છે અને જે નિવૃત્તિ માર્ગનું શરણ લીધા વિના અપ્રત્યક્ષ જ રહેવાનું છે. તેને પિતાના વિજ્ઞાનથી અનનુભુત માની જીવ, આત્મા, ચૈતન્ય ઇત્યાદિમાં નહિ માનતાં નાસ્તિકતા તરફ વહે છે. સાયન્સથી જેટલું સિદ્ધ તેજ પ્રમાણ અને સત્ય તેઓ માને છે. ચૈતન્ય તે પરમાણુઓના સંગથી આવતું સ્વીકારે છે. આવા જડવાદથી ભૌતિક પ્રવૃત્તિમાં શોધ ખોળ ઈત્યાદિ આર્થિક ઉન્નતિમાં અને વ્યષ્ટિભાવનામાંજ તે રીઝવાર છે. આ વિજ્ઞાનવાદિઓએ જાણવું જોઈએ કે સત્યની આગળ હજી સત્ય છે, સત્યની અમુક આજ સીમા એ નિર્ણય તેમનાથી થઈ શક નથી, એજ તેમના વિજ્ઞાનની અપૂર્ણતાને પુરાવો છે. સ્થાપિત સિદ્ધાંત વિનાજ તેમણે પૂર્વના નિવૃત્તિમાર્ગ સામો જડવાદ ઉભો કર્યો છે અને તેથી તે અધૂરે વાદ છે. આવી ભૌતિક પ્રવૃત્તિથી ઐહિકામુમ્બિક કેટલાક લાભ છે પણ પૂર્વવાસીઓ-નિવૃત્તિ માર્ગાવલંબીઓ -આસ્તિકવાદિઓ, પાપ પુન્ય ઈશ્વર આત્માનું અસ્તિત્વ ઇત્યાદિમાં માને છે અને તેથી સાંસારિક પ્રવૃત્તિ સવિશેષ ભૌતિક હોવાથી પાપ ઈત્યાદિ કર્મોની બંધનકત્ર માની તેને ગૌણતા અપ સવિશે નિવૃત્તિ માર્ગમાં વહે છે.
છેક આસ્તિકપણું અને છેકજ નાસ્તિકપણું ઉભયે એક બીજાના વિરોધી છતાં, સત્યની ખ્યાતિને માટે એક બીજાનાં સહકારી છે. ઉભયથી સત્યની સીમાએ આવી શકાય છે. એકમાં • અંધ શ્રદ્ધા રહે છે. બીજામાં અશ્રદ્ધા રહે છે. એક, અમુકમાં શ્રદ્ધા ધરી તેને અનુસરે છે, એક અશ્રદ્ધા આણી પ્રથમ અસ્વીકાર કરે છે; પુનઃ અજમાવી, અનુભવી સ્વીકાર કરે છે. એક ગુણથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com