________________
ઉપઘાત
સ્વભાવ અને વિભાવ, એ પ્રત્યેકમાં પ્રવૃત્તિ નિવૃત્તિ ઉભયને સમાવેશ થાય છે. સ્વાભાવિક પ્રવૃત્તિ તે વિભાવની નિવૃત્તિ છે. વિભાવની પ્રવૃત્તિ તે સ્વાભાવિક પ્રવૃત્તિની નિવૃત્તિ છે. વિભાવની પ્રવૃત્તિને આપણે પ્રવૃત્તિ કહીએ છીએ. સ્વાભાવિક પ્રવૃત્તિને આપણે નિવૃત્તિ કહીએ છીએ. આવી નિવૃત્તિ ઉપર આપણો રાગ હોવાથી આપણે વિભાવની પ્રવૃતિથી નિવૃત્તિ સ્વીકારી છે. સ્વભાવમાં વિભાવનું મિશ્રણ રહે છે. આ મિશ્રણ તે મન છે. એ મન નાના પ્રકારના બાહ્યાભ્યતર કરણે સાથે જોડાઈ સ્વભાવને આવરિત કરી વિભાવની દિશા તરફ પ્રવૃત્તિને વહેવડાવે છે. એ વિભાવથી મનને રોકી સ્વભાવ તરફ તેની વૃત્તિને વાળવી, એટલે જ નિવૃત્તિને કથિતાર્થ અને મથિતાથ છે. જે આમ છે તે ઉભયે પ્રવૃત્તિ જ છે. એકમાં પ્રવૃત્તિ અને અન્યમાં નિવૃત્તિ, એમ અપેક્ષાએ કહી શકાય. વર્તમાન રૂપે તો કોઈને કોઈ પ્રવૃત્તિ જ છે.
ભુત માત્ર વિભાવ પ્રવૃત્તિને હાસસ્વભાવસિદ્ધ પ્રવૃત્તિને સ્વીકાર અને ભવિષ્ય પર્યત તેને નિર્વાહ એમાં પ્રવૃત્તિ નિવૃત્તિની ચર્ચાને અવસાન આવી રહે છે.
અહીં હવે વિજ્ઞાન, સાયન્સને જડવાદ, ભૌતિક પ્રવૃત્તિવાદ અને પૂર્વને નિવૃત્તિમાર્ગ–આસ્તિકવાદ–આત્મવાદ સામ સામાં ખડાં રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com