________________
અનુભવગમ્ય વાર્તા છે. એક સ્ત્રી કિંવા પુરૂષમાં પરસ્પર પ્રેમી હૃદયથી–પ્રેમથી જોડાયા વિના એક બીજા પ્રત્યે વફાદાર અને પાકદામન-શીલના સંરક્ષણવાળાં રહેવાની આશા વ્યર્થ છે. શું પુરૂષ પિતાને કામ ધંધે છે ઓરતની ચેષ્ટા જેવા બેસી રહ્યો છે? અથવા સ્ત્રી પોતાને સ્વામી અન્યથી ન બગડે એટલા માટે તેને પોતાની પાસે બેસારી રાખી કિંવા ઘરમાં પૂરી રાખી શકે છે? અને તેમ કરવામાં આવે તે પણ જેનું મન ઈતર-જૂદુ પ્રેમ રહિત છે તેને બગડવાના હજારે રસ્તા છે. માત્ર પ્રેમથીજ તેનું સંરક્ષણ થાય છે. પ્રેમજ એને પહેરેગીર છે. એજ ઉભયને અવળે રસ્તે ચડવા દેતો નથી-વફાદાર રાખે છે.
જ્યારે પ્રેમભાવે રક્ષણના ઉપાયે પણ નિષ્ફળ નિવડે પછે ત્યારે પ્રેમની હયાતિએ, અબળા પણ પ્રબળા બની ગમે તેવા સંજોગોમાં પણ નર-પિશાચેના હાથથી પોતાના દામનનું–શીલનું પરિપાલન–સંરક્ષણ કરે છે, પોતાના યારાની સાચી વફાદાર રહે છે. સીતાને કોણે શૌર્ય આપ્યું હતું? સીતામાં શું શરીરબળ હતું કે દેવોને ધ્રુજાવનાર" દુર્મદાંધ-કામના મદાંધ-વિષયાંધ રાવણથી પોતાના શીલનું સંરક્ષણ કરવા શક્તિમતી બની શકી? તેનું સતિત્વ એજ તેનું બળ હતું. તેને રામ ઉપર પ્રેમ, રામમય હૃદયને પ્રેમ એજ તેનું બળ, એજ તેનું શૌર્ય હતું. એણેજ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com