________________
૧૦૮
તેમ તરસ્યા અને તરછ્યાજ. ઘરના માત્ર શાક અને જેટલા જેવી તૃપ્તિ કયારેય વીશીઓના, દુકાનના પકવાવાનેથી થઈ છે? ઘરની સ્ત્રી એ ઘરનું ભેજન છે, વેશ્યા અને પરાઈ દારા, દુકાનદારની મીઠાઈ અને વીશીના જમણ તુલ્ય છે. એકને આગવું-જમવું કહેવાય છે; અન્યને એંઠ ચાટવી કહેવામાં આવે છે; એક જ્યારે સર્વાગ તૃપ્તિ આત્મતૃપ્તિ અર્પે છે, ત્યારે અન્ય ઈદ્રિઓને કેવળ સ્વાદનેજ ચટકે લગાડે છે, તેને માટે ભૂખ્યા અને ભૂખ્યાજ રાખે છે, ઈન્દ્રિઓના આસ્વાદમાં ઈન્દ્રિઓનુંજ સુખ હાઈ શકે. પૈસાથી ખરીદેલી પ્રીતિમાં પૈસા જેટલું જ બલકે તેથી પણ નિર્માલ્ય પ્રીતિનું સુખ મળી શકે. આત્મિક પ્રેમ, ઈન્દ્રિઓના ઉપગની લાલસા રહિત છે. તેથી જ તેમાં આત્મતૃપ્તિ-નિત્ય તૃપ્તિ છે. આત્મિક પ્રેમીઓ વગર ઉપભેગે સંતુષ્ટ રહી શકે છે, ચક્ષુઓ જોઈને જ ધરાય છે, કટાક્ષપાતની તેને અગત્ય નથી, હદય હૃદયના ભાવથી રીઝવાર રહે છે, પરસ્પર આલિંગનના ઉપચારની ત્યાં અગત્ય નથી. ઈન્દ્રિયસ્વાદ આપો અને ત્યે તે પણ ભલે, નહિ તે પણ ભલે, તેની લેશપણ તુષા-તૃષ્ણ તેમને હોતી નથી. ભેજ્ય અને ભક્તાને એવા પ્રેમમાં અભેદ બને છે, ત્યાં ઊપગ લેવા દેવાપણું કયાં રહ્યું? આત્માથી આત્માને યોગ બને છે, ત્યાં ગહિત શરીરને સંબંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com