________________
૧૧૪
પ્રેમનુ' અ'તિમમાં અતિમ ઉત્કૃષ્ટ સ્વરૂપ છે, તેથી આગળ વધીને પછી પ્રેમની હદ નથી. જ્ઞાનિઓને, યાગીઓને જ્ઞેય અને ધ્યેયના વિચારમાં રમતાં કયારે એ લહરી લાગી જાય છે, યદિવા તે લાગીને વહી જાય; પણ તેની લય મૂકતી જાય છે. પછી તેના એજ વિચારમાં-એજ ચિંતનમાં સમય જાય છે, અન્ય બધાથી ઉદાસીન–નિરાસકત ખની જાય છે. તેને અન્ય કશુંજ રૂચતું નથી, એ ધ્યાને—એ લહરીએ સ્થિર કયારે થવાય એજ વિચાવ, એજ ઉદ્યમ તેના રહે છે, એમાંજ મસ્ત અની ડાલતા રહે છે. ક્યારેક નૃત્ય કરે છે, કયારેક ચેષ્ટા કરે છે, કવચિત્ ગાવા માંડે છે, કવચિત્ રાવા માંડે છે. અહાહા ! સહેજ નિજાનંદની લહરી લાગી ગઈ તેમાં આટલેા આનંદ; તે। સપૂણુ મુકિતના સુખનુ તે કહેવુ'જ શું? ખસ એનાજ એક બની જાય છે, એનાજ પ્રેમી બની જાય છે, સ`સારને શૂન્યવત્ સમજી મસ્ત વિરકત અની નિકળી જાય છે. મુકિતનાજ સુખ–મુકિતના વિચારમાં મશગુલ અને છે. અરણ્યમાં, ગિરિ કદરામાં, ગુફાઓમાં, સ્મશાનમાં કશા પણ ભયને ન ગણકારતાં શીત, આતપ, વર્ષા, સમીરથી ઉત્પન્ન થતા દેહાના દુઃખાને વિસારતા મસ્ત, મુકિતની પાછળ બનેલા ફકીર, મુકિતનાજ અલક જગાવે છે, મુકિતનીજ ધૂણી ધીખાવી બેસે છે, સ્વસ્વરૂપના વિચારમાં વિહરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com