________________
તેને પિતાના દેહની પણ દરકાર રહેતી નથી. ભલે કોઈ તજે, ભલે કઈ તાડે, તેથી મુંઝાઈ મુકિતને મસ્ત ક્ષથી પ્રીતિને તજ નથી. ભલે કોઈ પુષ્પ લઈ પૂજે. કિવા શુળથી વિધે, એને આનંદ કિંવા દુઃખ કાંઈજ તેને લાગતું નથી. પોતાના સહજાનંદમાં-સ્વરૂપના આનંદમાં તે સર્વકાળ મસ્ત રહે છે. તેને બાહા ચેષ્ટાનું ભાન કયાંથી જ હોય? તે તે ધ્યાનને બનાવી, દયેયમાં પ્રીતિ લગાવી–લયલીન બની ગયેલ હોય છે. શરીરે સર્પો આવીને વિંટળાય, વિંછુઓ ડંખે, શિયાળ કિંવા ગીધો ફેલી ખાય, પણ દેહને વિષે દુઃખનું ભાન તે ધરતે નથી, તેની આત્મામાં જ પ્રીતિ બની રહે છે. મુમુક્ષુ જ્ઞાનના
ગથી વપુ–જે શરિર તેના વિચગને ઈરછે છે, જેમ કોઈ દુઃખી, વિષપાનથી વધુને તજવા પ્રીતિ કરે છે. મુમુક્ષુ ભલે એકલે હોય અને આ સંસાર સામે હોય તથાપિ શું થયું? તેના પ્રતિકુળ ઉપસર્ગોથી ઈષ્ટમાં તે કદીજ પ્રીતિ ચુકવાનો નહિ. મહાવીર પ્રભુના કાનમાં ખ–દુષ્ટએ ખીલા ઠેકયા, પણ એ મુક્તિને વિષે સંલગ્ન મનવાળા ભગવાન સમતા પટરાણથીજ પ્રીતિને ખેલી રહ્યા હતા; અર્થાત્ રાગદ્વેષ રહિત રહ્યા હતા. ખંધક મુનિની કોઈ ખળે જીવતાં ખાલજ ખેંચી લીધી હતી. પણ એ ધીરવીર મુનિવરે એક પણ ઉહું એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com