________________
અબળ, અલ૫વયસ્ક બાલિકામાં ઉગ્રપણું મૂકયું હતું કે જેના ભયના પ્રતાપે એ કામકાતર રાવણને ધૂળથી પણ ઢગ બનાવી દીધો હતો, અબળાથી પણ અબળ બનાવી દીધો હતો. તેના મુખને ગહિત ભાષણ-ઉચ્છિષ્ટ ઉચ્ચાર કરતું રંધવા, એ રામને પ્રેમ વજનું તાળું બન્યો હતે; એ દુષ્ટના વિષયના નિશાવાળા લાલસા-પ્યાસવાળા નેત્રે ઘણું પિપાસિત હતાં પણ વિકારભર્યો કટાક્ષપાત કરતાં તેને અટકાવવા એ દશરથ-કૌશલ્યાનંદનના સીતાના હદયમાં જાગતા પ્રેમે નિનિમિષ ખીલી લીધાં હતાં. ભુજ બાથમાં લઈ આલિંગવા અત્યંત આતુર હતા પણ એ સતિના શાપના ભયે સ્થાન ગ્રુત થવા શક્તિવાન નહતા, ખભે ચાટી જ રહેલા નિષ્ક્રીય બની રહ્યા હતા. તે રાક્ષસના રાક્ષસ ગુણકતને રામમય પ્રેમની અગ્નિની આંચે એ સતિએ પાણી તુલ્ય બનાવી મુકયું હતું. સજીવ છતાં જીવરહિત-મુડદું એ જાલિમને બનાવી દીધો હતે. માત્ર કામકાતરે જેમ મને રથમાં આવેલી તરૂણીની કૃપા ઈચ્છે છે, તેમ કૃપાની જ યાચના કરતે રાવણને બનાવી દીધો હતો. પણ શું સતિઓની–સાધ્વીઓની એવી કૃપા એવી તુષ્ટિ કયારેય હોય છે ? અલબત્ત, સીતાની તે અધમના ઉપર કૃપા હતી કે દુમુખ જીવતું હતું. તે
સ્વામીભક્ત સતિઓ-રામમય રતિએ તેને શ્રાપને સ્વાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com