________________
૨૦૧
સાચી રાજુલ તવ સમજો પ્રિયતમ, ભલે તજી મનેતા તમે વાહ્યા; ચારિત્રવિજય દીક્ષા સમે કરાવું, શિરે અભય હસ્ત છાયારે.
રાણી
ભાવાર્થ સ્પષ્ટજ છે.
વાચકેા, આદશ પ્રેમના પ્રતિપાદનમાં, તે મુક્તિના સાધક છે, તે દાખલા દલીલેાથી સાખીત કરવા યથાશક્ય પ્રયત્ન કરી ચુકયા છીએ. આદશ પ્રેમને વિકાર પ્રેમથી જૂદો ઓળખાવા અન્ય તેટલું વિકારવાળા અર્થાત્ આપણે ગણાવેલા વિકૃત પ્રેમનું પણ સ્વરૂપ તેની સાથે લખાયું છે. સ્પષ્ટ સમજણુને માટે સ્વલ્પ રીતે નિરાળા તે વિષય ચર્ચીએ.
વિકૃત પ્રેમ.
વિકૃત પ્રેમ એટલે દેહના, ઇંદ્રિઆના, મનના વિકારને પાષવા માત્રમાંજ જેની પરિસમાપ્તિ થાય છે, તે બહુરાગી, સ્પષ્ટાક્ષરમાં એલીએ તે પરકીય પ્રેમ છે. આ પ્રેમને સાહિત્યવાળાઓએ પણ રસાભાસ માન્યા છે, અર્થાત રસના–માનદ્યના આભાસ માત્ર તે આપે છે. તેમાં ખરી આત્માની તુષ્ટિ, આત્માના આનંદ નથી. માત્ર ઇંદ્રિયજન્ય આનંદ-ઉપલેાગજન્ય સુખજ તેમાં રહેલું છે. આ પ્રેમ લપટ છે, છિનાળું કિવા વ્યભિચાર ઈત્યાદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com