________________
અન્યમાં પ્રેમને સ્થાપી શકતું નથી અને તેથી પાત્રના વિલયે કિંવા પ્રેમના ઉત્થાને વિરકત બનતાં પિતાના પ્રેમને તેની પાછળ તિલાંજલી આપી દે છે, પ્રેમશુન્ય, ઉદાસીન-મસ્તવિરાગી બની રહે છે. વાંચનાર, જે વિકારને પષનારા, એક વસ્તુના વિરહે બીજાથી મનને વાળનારા પ્રેમરહિત, પાત્રના નષ્ટ થયે અથવા તો વિયોગે, પિતાના સહુ મનોરથો નષ્ટ થતાં પુનઃ તેને ઉપાય-પ્રતિકાર પણ ન રહેતાં ખરા પ્રેમીઓની શી દશા–શી સ્થિતિ થાય છે, તેને યથાર્થ અનુભવ કયાંથી આણ શકે? કિંચ –
હરિગીત છંદ ભૂખે પીડાતું પિટ ભરવા, અને આધાર છે, નિવૃત્ત કરવા વ્યાધિને, ઔષધ તણું ઉપચાર છે, શ્રમ ભૂલવા પ્રવૃત્તિને, નિદ્રા પ્રયોગ પ્રકાર છે, પ્રેમી ખરાને પાત્ર વણશે, નવ કશે પ્રતિકાર છે.
અર્થાત ભૂખે પીડાતા પેટને અન્નથી પણ શાંતિ અર્પવી તે તેને ઉપાય છે. રોગની નિવૃત્તિ માટે ઔષધને પણ ઈલાજ છે, આખા દિવસની પ્રવૃત્તિ ભૂલવાને નિદ્રાઉંઘ એ ઉપચાર છે, ખરા પ્રેમીને પાત્રના અભાવે અન્ય કશેજ પ્રતિકાર નથી. હોય તે આત્મવિસર્જન કિંવા પ્રભુમાં લગની-પ્રીતિજ છેસંગ વિગ કાળને નિયમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com