________________
કારણ હતું નહિ, માત્ર મહાવીર ઉપરને પ્રેમ એજ એક કારણ હતું તે ટળી જતાં તેઓ કેવલ્યજ્ઞાનને પામ્યા અને વિતરાગ બન્યાં. . રાજુલને નવ ભવથી માત્ર નેમનાથના આત્મા સાથેજ પ્રેમ હતે. નેમનાથના ભવમાં તેમણે તેને નહિ પરણતાં દીક્ષા અંગીકાર કરી તે રાજુલે પણ તેમની પાછળ વ્યવહાર સંસાર તળે. આ રાજુલને બોધ કરનાર કયું જ્ઞાન, કયા. જ્ઞાનિને ઉપદેશ હતો? અન્ય કેઈજ નહિ પણ તેના પિતાના હદયમાં રહેલે નેમનાથને પ્રેમજ બાધક હતો. અને તેથી હવે મારે સંસારમાં રહી શું કરવું છે, કોને માટે રહેવું છે? એ પ્રમાણે તેમનાથના પ્રેમ પાછળ મસ્ત બની, રથનેમી જેવા કામુકોને ધિક્કારી-તિરસ્કારી વિરકત યોગિની બની દીક્ષા અંગીકાર કરી. પરિણામે તેમનાથ પ્રત્યેનો પ્રેમ પણ નાશ પામ્યા. બીજે કયાંઈ તે પ્રેમ તેને હતો નહિ અને તેથી સહજ કેવલ્યજ્ઞાનને મેળવી મુક્તિને પામી. આ રાજુલને મોક્ષે લઈ જનાર તેમનાથ પ્રત્યેનો પ્રેમ અને પશ્ચાત પ્રેમાભાવજ હતો. સર્વથા સત્ય પ્રેમ, આદશપ્રેમ, વિભાગ વિનાને પ્રેમ, અર્થાત એકાંગીપ્રેમ, નહિ કે જૂદા જૂદા સ્થાને રૂચી જોડનારો વિકાર, તેના પાત્રને અવશ્ય વહેલે મોડે પણ મુકિતને ઉપદેશક-સાધક બને છે આવું પ્રેમી, પાત્રના અભાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com