________________
૮૮
જહાં ચાહ વફાદાર પ્યારેકે બનનકી પ્રેમ, ચારિતવિજય સબસે સબુતી દામનકજ પ્રેમ,
ભાવાર્થ–જ્યાં ખામુખો આપસમાં હૃદય-મનની ખરીદ થઈ છે એજ પ્રેમ છે, અર્થાત્ હદય અને મન સ્વાધીન કરી દેવામાં આવ્યા છે એજ પ્રેમ છે. દોસ્તીમાં શરીરની સગાઈ અર્થાત પ્રીતિ નહિ તે જ પ્રેમ છે. પિતાના પ્રિયતમના માટે શરીર ધન કશાની પરવા નહિ એજ પ્રેમ છે; ધન, માલ, દેલત જે કહે તે પોતાના પ્રીયતમની જાનમાં જ રહ્યા છે એ ભાવ એજ પ્રેમ છે. પિતાના દેસ્ત-પ્રિયતમને નિહાળી આંખની કીકી હસે અને અન્ય દર્શનની લાલસા નહિ એજ પ્રેમ છે. પિતાની લગન–જે પ્રીતિ તેની પ્રિયતમમાં લય લાગી રહે, જભાન ઉપર તેના ઉચ્ચાર–રટણ વિના એક પણ ઘી ન જાય એજ પ્રેમ છે; એક પિતાના વ્હાલાનેજ મળવાની ઉમેદ, અને નફરત-તિરસ્કાર જે કોઈ વાતમાં હોય તે પિતાના પ્રિયતમથી વિછુંડવા–નોખા પડવાનીજ વાતમાં છે એજ પ્રેમ છે; જ્યાં પ્રિયતમને વફાદાર રહેવાનીજ ચાહ છે; એ પ્રેમ છે લેખક જણાવે છે કે શીલની સાબુતિ એ સૌથી માટે પ્રેમનો પુરાવે છે.
* શીલ-બ્રહ્મચર્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com