________________
૬૪
પ્રેમને અવલોકીએ. જો કે પ્રકારાંતરે અર્થાત્ આશક માશુકના પ્રેમના પ્રતિપાદનમાં તેનું કેવું સ્વરૂપ હોય છે તે સમજાવવા પ્રયત્ન કરી ગયા છીએ, પણ આપણે પ્રેમની બાબતમાં–તેના પ્રતિપાદનમાં આશુક માશુકના વ્યવહાર સાંભળવા જાણવા કરતાં, દંપત્તિઓને શુદ્ધ પ્રેમ શુદ્ધ વ્યવહારનું પ્રતિપાદન સાંભળવા વિશેષ ઈચ્છીએ છીએ. વ્યવહારની દૃષ્ટિમાં યદ્યપિ તે પ્રેમ આદર્શ છે, આત્મિક છે, અને યદ્યપિ એકદેશીય છે, તે છતાં તે પરકીય હોઈ તેનું કથન શ્રવણ ગહિત લાગે છે; આપણે પણ આદર્શ પ્રેમમાં દંપતીના વ્યવહારને જ પ્રધાન માનશું. જે પ્રેમ આમિક છે, અંતરંગ છે, એકદેશીય છે તે આદર્શ પ્રેમ કહેવાય છે. આવા પ્રેમીઓ આદર્શ પ્રેમીઓ, આદર્શ યુગલે, આદર્શ પતિએ ઈત્યાદી નામેથી ઓળખાય છે. નળ અને દમયંતી, રામ અને સીતા, નેમનાથ અને રાજુલ ઈત્યાદિ યુગલને, આદર્શ યુગલેમાં સમાવેશ થાય છે. એ આદર્શ યુગલોને પ્રેમ એકજ સતત અખ્ખલિત પિતાની પ્રિયા-પ્રિયતમની તરફજ વહે છે, પ્રિયા પ્રિયતમને, પ્રિયતમ પ્રિયાને આભાના-હૃદયના અસાધારણ પ્રેમથી ચાહે છે, એકબીજાના સુખે સુખી અને દુઃખે દુ:ખી રહે છે. એકબીજાથી વિખુટા પડેયે પ્રાણે તજવાની અણી ઉપર આવી જાય છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com