________________
વ્યવહાર રૂપે છે, પિતપોતાને પ્રાપ્ત ધર્મોનું–કર્તવ્યનું યથ થ પાલન એ કર્મ છતાં અકર્મ–કમરહિતપણું જ છે. જે એમ ન હોય તે જ્ઞાનીઓ સ્વસ્વરૂપને વિચાર કરતાં ત્યાગીઓ ત્યાગના ધર્મોને અંગીકાર કરતાં, પણ કર્મથી લેપાવા જોઈએ. એ પણ તેટલું કર્મ આચરે છે. ભાઈઓ ! તેનું રહસ્ય એ નથી. એનું રહસ્ય આ છે કે તદ્દત વિષયક જે વિધિ અને નિષેધના જ્ઞાન રહિત કર્મરૂપે જે અકમ–વિરૂદ્ધ કમ તેને બંધનનું કારણ માન્યું છે. સ્પષ્ટ છે કે સ્વસ્વરૂપના વિચારમાં ભ્રાંતિ રૂપ વિચારને આદર આપે અર્થાત જ્ઞાની ભૂલે, વિરકત ત્યાગી ત્યાગની સ્થિતિને તેને ઉચિત કર્મોને ચુકે તે, યદ્યપિ તે જ્ઞાની અને વિરક્ત છતાં ઉલટાં બંધનને પ્રાપ્ત થાય છે. તેમજ ગૃહિ પિતાના ગૃહસ્થ ધર્મને-દાંપત્ય શુદ્ધ વ્યવહારને ચુકે, એક બીજા પ્રત્યે વફાદાર રહેવા, અને અન્યથી નિરાસક્ત ભેગની વાંછા રહિતપણાના ત્યાગરૂપ કર્મ, અર્થાત અકમ એટલે કે ગૃહસ્થ ધર્મથી વિરૂદ્ધ કર્મને કરે તો તે બધંનને જ પ્રાપ્ત કરાવે છે. જ્ઞાનીઓ અનુભવીઓ આપણું જેવા અલ્પ મતિવાળા નથી હોતા કે કર્મના નિયમમાં, તેના સંકેતમાં એટલું બધું અજ્ઞાન-જ્ઞાન રહિતપણું બતાવે. અને “એ તે જ્ઞાનનું કિંવા વૈરાગ્યનું માહાસ્ય છે કે શું ?” તેવી શંકાના ગુંચવાડામાં પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com