________________
તેમની મતિને એ આદર્શ પ્રેમને માટે ઉચ્ચ ભાવના પ્રગટે, એ માટે એકાદ બે આદર્શ પ્રેમીઓના દૃષ્ટાન્તને કથી એ વિષયનો ઉપસંહાર આણશું. આજના જમાનાનો ગૃહસ્થાશ્રમ-દાંપત્ય વ્યવહાર,
ગૃહિઓન આજને ગૃહસ્થાશ્રમ, ગૃહ વ્યવહાર, દાંપત્ય વ્યવહાર અનેકશઃ પ્રેમન્ય જોવામાં આવે છે. તેઓ પ્રેમના વિભાગ જે સંભવતા નથી તે પ્રેમને અનેક બાજુમાં વહેંચી દઈ વિકૃત બનાવે છે. પરલંપટ બની વ્યભિચાર ઈત્યાદિ કુકર્મો કરે છે. માત્ર પ્રેમના નામે પ્રેમની તો ભ્રાંતિનો-અજ્ઞાનનો પરિચય આપે છે. જે પ્રેમ સૂરદાસ જેવા આશકે–લંપટે ચિંતામણી નામની સ્ત્રીમાં અને ચિંતામણી જેવી પણ્યાંગનાએ સૂરદાસમાં પિગે; વિચારો, તે પ્રેમ–તેવું બંધન, પાણી ગૃહિત–પવિત્ર લગ્નની ગ્રંથીથી જોડાએલા દંપતિઓમાં પણ આજ જેવામાં આવે છે? પતિદેવ, પત્નિના તેના પિતાના ઉપરના વફાદારીના પવિત્ર લગ્નના હકને હૃદયમાંથી હાંકી મૂકી પાંચ સાત કે તેથી વધીને પચીસ પચાસ લલનાઓના લાલ બન્યા હોય છે, પત્નિ વળી જુદીજ રીતે જારીને જીવન અર્પી પતિવંચના કરી રહેલી હોય છે. આથી ગૃહસ્થાશ્રમ જે સ્વર્ગનું મંદિર કહેવાય છે, તે નર્કના આShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com