________________
કાઢયો હતે. વિકારીઓ ? પ્રેમના વિષયમાં જે શરીરને સંબંધજ મુખ્ય હોય, એથી જ ખરા પ્રેમનું અને નિત્યનું સુખ મળતું હોય તે, એ શરીરને ચૈતન્ય-આત્મા છેડી ચાલ્યા ગયે પછી કેમ જણાતું નથી ? અને ઉલટા તેને જરાક સ્પર્શી જતાં સ્નાન લાગે, અભડાઈએ એમ બેલે છે ? તમારી એ પ્રવૃત્તિ પણ જણાવી આપે છે કે પ્રીતિને-પ્રેમનો શરીર સાથે દાવો નથીજ; પણ આત્માની સંગે છે, અને તેની સંગે એ પ્રીતિ–એ પ્રેમ પણ સિધાવી જાય છે. એ દેહમાં જ પ્રેમને દાવ હોય તો જેને ઉમર પર્યત સેડમાં લઈને વ્યવહરતા-સૂતા એવું માશુકનું શરીર પ્રાણથી મુકત થતાં એ આશકે એજ બાળી ભસ્મ કીધું છે, કિંવા વાયસ, ગીધ, શૃંગાલેએ ફેલી ખાતાં જેયું છે, ચૈતન્ય રહિત અન્ય ઉપભેગને માટે સંગ્રહી શકાયું નથી, એ પણ બતાવી આપે છે કે પ્રેમ આત્માને ઉપભેગી છે, શરીરને નથી. કોઈ કહેશે ત્યારે તેમાં લગની–પ્રીતિ કેમ લાગે છે ? પ્રેમ કેમ જોવામાં આવે છે? એને એટલેજ ઉત્તર કે જ્યાં સુધી વિલય જેવામાં તેને આવ્યું નથી–નિત્ય મનાઈ ગયું છે, ત્યાં એવી પ્રેમની ભ્રાંતિ મનાયેલી છે; જ્યારે એજ મરી અળગું થાય છે ત્યારે તેના વિરહિઓ-વિયોગી આશકે વિચારની-જ્ઞાનની-સમજણની દૃષ્ટિ ઉપર આવે છે, તેમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com