________________
૭૪
તેઓએ પ્રશ્ન રૂપે એ સુભાષિત ઘડી–ઉપજાવી તમને પ્રબેધ્યાં છે કે ભાઈઓ ! ગ્રહીઓ! તમારા જેવા કોણ ભાગ્યશાળી છે કે જે સ્થિતિ અર્થાત બંધરહિતપણું જ્ઞાનનું કિંવા વૈરાગ્યનું માહાસ્ય છે, જેના માટે અમારે વિચારની–ત્યાગની પરાકાષ્ટાએ પહોંચવું પડે છે, તેને તમે સદ્દગુરૂએ સતશાસ્ત્ર, વ્યવહારે બતાવેલા સામાન્ય નિયમેનેજ અંગીકાર કરી–પાળી તે પ્રમાણે વતી સુલભતાથી પ્રાપ્ત કરી શકે છે. અમારી પેઠે તમારે વિચારની કિંવા ત્યાગ અને તેની કછપરંપરાવાળા ધર્મોની કાંઈજ ખટપટમાં પડવાનું નથી, તમારે વિચારને માટે મતિને શ્રમ આપવાનું નથી, ત્યાગના વિષમ નિયમનું કષ્ટ સહવાનુ ઉઠાવવાનું નથી. તમારા માટે જ્ઞાનિઓ–અનુભવિઓ એ બધું કરતા ગયા છે, તેમના બાધેલા માગે તમારે માત્ર વતવાનું છે, અને તે પણ કણરહિત બની શકે તેવા, અણગમતા નહિ પણ મનને રૂચે તેવા છે. તમને તેઓએ ગૃહ બાંધી બેસવાની છૂટ આપી છે, પરણવાની બ્રહ્મચર્ય ધર્મ પાળી ન શકે માટે પતિ પત્નિ કરવાની છૂટ આપી છે, નિયમિત રીતે પોતાને પ્રાપ્ત સ્વામી કિંવા સ્ત્રીની સાથે ભેગવિલાસાદિક દેહના સુખની પણ છૂટ આપી છે. આથી અધિક પછી તમારે શું જોઈએ? અને આથી સુલભ નિયમ પણ કેવા હોય? એટલું પણ તમે ન પાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com