________________
૬૩
ઉભયબ્રણ સ્થિતિમાં વિશેષ આજ કારણ હેતુભૂત છે. આપણે મોક્ષને પુકારીએ છીએ, પણ આપણી પ્રવૃત્તિ મેક્ષ તરફ પણ બળવત્તર નથી, અર્થાત્ બંધ અને મેક્ષની વચમાં અટવાયાજ કરીએ છીએ, જન્મીએ છીએ અને મરી જઈએ છીએ. એ વિધિ બંધ અને મોક્ષને આરે કયારેય પણ આવતેજ નથી. આપણે બંધ કિંવા મેક્ષને માથા સાટે કરી લેતા નથી, બંધનમાં પણ રહેતા નથી. બંધાતા નથી, મેક્ષ માટે પણ મચતા નથી, બધુંય ઉપલકીયું જ કરીએ છીએ તેનું પરિણામ પણ ઉપલકીયું કિંવા નહિવત્ જ હોય છે. પ્રેમના વિભાગ હેતા નથી, તે આદર્શરૂપ એકજ હોય છે, તેથી અન્ય તો વિકારજ છે.
આપણને જે બંધનું કારણ, તેજ મોક્ષનું કારણ. તે બંધન જેટલું બળવત્તર તેટલી તેથી સત્વર મુકિત. અંતરંગ પ્રેમીઓમાં તેવું બંધન બળવત્તર રહે છે અને તેથીજ તે સત્વર તરી મુક્ત બને છે. ઉપલકી આપણુંજ મુક્તિમાં બાધક થાય છે. એ વીગેરે યથાશક્ય સિદ્ધ કરી ગયા. હવે પ્રથમના સમજણને ખાતર પાડેલા પ્રેમના વિભાગો તરફ લક્ષ કરીએ. તેમાને કર્યો પ્રેમ મુકિતને સાધક છે તે તપાસી પ્રથમ આપણે કહ્યા મુજબ આદર્શ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com